તીથવા પ્રાથમિક શાળામાં કલા મહોત્સવ યોજાયો

- text


વાંકાનેર : ગઈકાલે નવી તીથવા પ્રાથમિક શાળા ખાતે સી.આર.સી કક્ષાના કલા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સી.આર.સી તીથવાની કુલ આઠ શાળાના કુલ 32 બાળકોએ ભાગ લીધેલો હતો. જેમાં નિબંધ સ્પર્ધા, બાળ કવિ સ્પર્ધા, ચિત્રકલા સ્પર્ધા તેમજ વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરેલું હતું. જેમાં દરેક સ્પર્ધાના પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરને ઇનામ આપવામાં આવેલા હતા. તેમજ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને બોલપેન અને પ્રમાણપત્ર આપવામા આવેલું હતું. તેમજ તેમના માર્ગદર્શક શિક્ષકોને પણ પ્રોત્સાહક ઇનામ આપવામાં આવેલા હતા.

આ ઉપરાંત, સ્વ. હસમુખરાય રામભાઈ થડેશ્વર પરિવાર તરફથી તમામ બાળકોને તિથિ ભોજન કરાવેલ હતું. સી.આર.સી. કૌશિકભાઈ દ્વારા ખૂબ જ સફળ આયોજન કરવામાં આવેલ સાથે નવી તીથવા પ્રાથમિક શાળાના શિક્ષકો તેમજ એસ. એમ. સી.ના સભ્યોએ પણ જહેમત ઉઠાવી હતી.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text