હળવદમાં રાત્રે ભારે વરસાદને પગલે 90 પશુઓના મોત : 70 વિજપોલ ધારાશાયી

- text


સોમવારની મધરાત્રે પડેલા ભારે વરસાદથી ખાના ખરાબી થઈ

હળવદ : હળવદ પંથકમાં સોમવારની રાત્રે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો અને ભારે વરસાદ પડતાં ગામો બેટમાં ફેરવાયા હતા.જેના પગલે પાણીમાં તણાતાં 90 જેટલા પશુઓના મોત નિપજ્યા હતા. ભારે વરસાદને પગલે 70 જેટલા વીજ પોલ ધારાશાયી થઈ ગયા હતા અને વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. હળવદ તાલુકામા આ વર્ષે ચોમાસામા મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા અને છેલ્લા ત્રણ દિવસથી અવિરતપણે વરસાદ વરસાદે ભારે આફત આવી છે. ત્યારે સોમવારે મોડી રાત્રે આકાશમાં કાળા વાદળો ધરાયેલા હતા. વિજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો.જેમાં હળવદ તાલુકાના કડીયાણા પંથકમાં સોમવારની રાત્રે મુશળધાર વરસાદ તૂટી પડ્યો હતો. જેના પગલે કડીયાણા ગામના માલધારી ભરવાડ હમીરભાઈ કમાભાઈના વાડામા રાખેલ 125 જેટલા ઘેટા બકરા અને ચાર ભેસો પાણીમા તણાતા 90 જેટલા પશુઓઓ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા બનાવ ની જાણ ગામલોકોને ને ગામ ના આગેવાન અને સામાજિક કાર્યકર વિશાલભાઈ ત્રિવેદી અને પશુ માલિક હમીરભાઈ ભરવાડ કડીયાણા ગામના સીમ મા દોડી ગયા હતા. 125માથી 35 જેટલા ઘેટા બકરા બચાવી લેવાયા હતા.

- text

બનાવની જાણ હળવદ મામલતદાર વી કે સોલંકી અને તાલુકા વિકાસ અધિકારી અમિતભાઈ રાવલ ઘટના સ્થળે દોડી ગયા હતા અને અસરગ્રસ્ત વિસ્તારોમાં મુલાકાત લઇને કામગીરી હાથ ધરવામાં માટેની તજવીજ હાથ ધરી હતી.હળવદના પાડાતીર્થ, સુંદરી ભવાની, સરભંડા, કડીયાણા, ગોલાસણ, ચરાડવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સોમવારની રાત્રે ભારે વરસાદ પડ્યો હતો. ગ્રામજનોના કહેવા પ્રમાણે સીઝનમાં પહેલી વખત આવો ભારે વરસાદ પડ્યો હતો. વરસાદને પગલે ચરાડવા પાસે 70 વીજપોલ જમીન દોસ્ત થઈ ગયા છે.ખેતીવાડીના 27 ફીડર બંધ થઈ ગયા છે. આ અંગે પીજીવીસીએલના અધિકારી ભલાણીએ જણાવ્યું હતું કે, આ વિજપોલ પડી ગયા છે તેની કામગીરી માટે હાલ ત્યાં જવાય તેમ નથી. પાણી ભરાયેલા હોવાથી આ કામગીરી કરતા પાંચ થી છ દિવસ જેવો સમય લાગશે.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text