માળીયા પંથકના માછીમારોને માછીમારીની નેટનું વિતરણ કરવા ધારાસભ્યની રજુઆત

- text


મોરબી : માળીયા પંથકમાં અગાઉ ભારે વરસાદને કારણે મચ્છુ નદીમાં પુર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને મચ્છુ નદીમાં ગાડી વેલ તણાયને આવતા માછીમારીને નેટ તણાઈ ગઈ છે. આથી માછીમારો માછીમારી કરી શકે તે માટે તેમને નેટનું વિતરણ કરવા મસ્ત વિભાગ સમક્ષ મોરબીના ધારાસભ્યએ માંગણી કરી છે.

મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે, અગાઉ માળીયા મિયાણા પંથકના ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો હતો. જેથી, મચ્છુ નદીમાં પુર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને મચ્છુ નદીમાંથી ઉપરથી ગાંડી વેલ તણાઈને આવી હતી. જેથી માળીયાના હજીયાસર, વેણાસર, લાખિયાસર,નાગાવાડી,સુરજબારી, મૂળવદર, કરાડીયા અને ટીકર જેવાં માછીમારી કરવાના સ્થળોએ પુરના પાણી આવવાને લીધે માછીમારી કરવા માટેની જરૂરી એવી નેટમાં ગાંડી વેલ વીંટળાઈ જતા નેટ તણાઈને નષ્ટ પામી છે. જેથી, માછીમારીને આર્થિક નુકશાન થયું છે. હાલ, માછીમારી કરવાની સિઝન ભરપૂર ચાલુ હોય પણ નેટના અભાવે માછીમારી માછીમારી કરી શકતા ન હોવાથી તેમના રોજગારીનો ગંભીર પ્રશ્ન ઉદ્દભવ્યો છે. આથી ધારાસભ્યએ મત્સ્ય ઉધોગના કમિશનર રૂબરૂ મળી માળીયા પંથકના માછીમારો ફરીથી રોજગારી મેળવી શકે તે માટે તેમને માછીમારી કરવા માટે અતિવૃષ્ટિમાં થયેલી નુકશાનીનું વળતર ચૂકવવા અથવા નેટનું વિતરણ કરવાની માંગ કરી છે.

- text

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text