માળીયામાં તાલુકા સરપંચ એસોસીએશન દ્વારા શ્રેષ્ઠ સરપંચોનું સન્માન કરાયું

- text


માળીયા (મી) : માળીયામાં ગઈકાલે માળીયા મિયાણા તાલુકા સરપંચ એસોસીએશન દ્વારા સરવળ સતેશ્વર હનુમાન મંદીર ખાતે પ્રમુખ કુલદીપસિંહ જાડેજાની અધ્યક્ષતા હેઠળ વર્ષ 2017-18 દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ પ્રથમ ક્રમાંકે ખાખરેચી ગામ સરપંચ, દ્વિતીય ક્રમાંકે દેરાળા ગામ મહિલા સરપંચ તથા તૃતીય ક્રમાંકે જાજાસર ગામ સરપંચને શિલ્ડ તથા સન્માનપત્ર આપીને નવાજવામાં આવ્યા હતા. આ પ્રસંગે તાલુકા સરપંચ એસોસીએશનના પ્રમુખ કુલદીપસિંહ જાડેજાએ કાર્યક્રમને બિરદાવતા જણાવ્યું હતું કે આવા કાયૅક્રમોથી સરપંચોને કામગીરી કરવામા ઉત્સાહ વધે છે અને બીજા લોકોને પણ પ્રેરણા મળે છે. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, સામાજીક ન્યાય સમિતિના ચેરમેન, મોરબી તાલુકા પંચાયત પ્રમુખ, મામલતદાર, ટી.ડી.ઓ. સહિતના આગેવાનો ઉપસ્થહિત રહ્યા હતા.

- text

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક :

- text