હળવદમાં કોંગો ફિવરના શંકાસ્પદ કેસમાં રિપોર્ટ નીલ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો

- text


હળવદ : હળવદની એક ગૌશાળામાં કામ કરતા શ્રમિકને બીમારી સબબ હોસ્પિટલે ખસેડાયો હતો. જ્યાં મેલરીયા તેમજ ડેન્ગ્યુના રિપોર્ટ નોર્મલ આવતા કોંગો ફિવરની આશંકાએ શ્રમિકને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો અને તેના લોહીના સેમ્પલ લઈ પુના સ્થિત લેબ.માં મોકલવામાં આવ્યા હતા. જ્યાંથી આજે તેનો રિપોર્ટ નીલ આવ્યો છે અર્થાત તાવના એ દર્દીને કોંગો ફીવર નથી તે સ્પષ્ટ થયું છે.હળવદમાં શ્રી રામ ગૌશાળામાં કામ કરતા મૂળ છોટાઉદેપુરના શ્રમજીવીને ત્રણ-ચાર દિવસથી તાવ આવતો હોય તેનો મેલેરિયા તેમજ ડેન્ગ્યુનો રિપોર્ટ કરાવતા એ રિપોર્ટ નીલ આવેલ. જો કે શરીરમાં પ્લેટલેટ કાઉન્ટ ઓછા હોવાથી સી.એચ.સી હળવદ ખાતે પ્રાથમિક સારવાર લીધેલ. પરંતુ તબિયતમાં સુધારો ન થતા કોંગો ફીવરની આશંકાને ધ્યાને લેતા દર્દીને પી.ડી.યુ મેડિકલ કોલેજ રાજકોટ ખાતે નિદાન તેમજ વધુ સારવાર અર્થે રીફર કરવામાં આવ્યો હતો, તેમજ તેઓના કોંગો ફીવરના નિદાન માટે બ્લડ સેમ્પલ લઈ પુના ખાતે મોકલવામાં આવ્યું હતું. જેનો રિપોર્ટ નીલ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. ત્રણ દિવસ બાદ પુનાની લેબોરેટરીમાંથી આવેલા રિપોર્ટમાં દર્દીને કોંગો ફીવર ન હોવાનું સ્પષ્ટ થયું છે.

- text

જો કે લોહીના સેમ્પલ લઈ પુના સ્થિત લેબ.માં રિપોર્ટ કરાવવા માટે મોકલ્યો એ પહેલા આ શંકાસ્પદ બનાવની જાણ તંત્રને થતા આરોગ્ય તેમજ પશુપાલન વિભાગ દ્વારા સંયુક્ત રીતે શ્રી રામ ગૌશાળા તેમજ આજુબાજુના વિસ્તારમાં સઘન સર્વે તેમજ કોંગો રોગ અટકાયતી કામગીરી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા પશુપાલન અધિકારી ડો. ભોરણીયા અને જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.સી.એલ.વારેવડિયાએ રુબરુ સ્થળ મુલાકાત લઈ સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યુ હતું. જેમાં પણ કોંગો ફીવર હોવાની શક્યતા ઓછી જણાયેલ હોવા છતાં દર્દીને શંકાસ્પદ ગણી સેમ્પલ તેમજ અન્ય તમામ રોગ અટકાયતી કામગીરી કરવામાં આવી હતી. આ સમગ્ર કામગીરીનું માર્ગદર્શન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે.એમ.કતીરા દ્વારા પૂરું પાડવામાં આવ્યુ હતું. શ્રી રામ ગૌશાળા દ્વારા પણ તંત્ર સાથે રહી તમામ કામગીરીમાં સાથ આપવામાં આવ્યો હતો.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text