મોરબી જિલ્લામાં રાત્રીના 8 થી સવારના 8 વાગ્યા સુધીમાં નોંધાયેલા વરસાદની વિગત

- text


ગુરુવારની રાત્રીમાં મોરબી, હળવદ અને ટંકારામાં બે ઇંચ વરસાદ નોંધાયો : મચ્છુ 2 ડેમના 3 દરવાજા 1 ફૂટ ખુલ્લા

મોરબી : મોરબીમાં ગુરુવારના રાત્રીના અચાનક જ તેજ પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. બાદમાં આખી રાત મોરબીમાં ધીમીધારે વરસાદ શરૂ રહ્યો હતો. જ્યારે વરસાદની શરૂઆતમાં ભારે પવનના કારણે મોરબીમાં અનેક જગ્યાએ હોર્ડિંગ અને વૃક્ષો ધરાશાઈ થઈ ગયા હતા. મોરબી જિલ્લામાં ગુરુવારના રાત્રીના 8 થી શુક્રવાર સવારે 8 વાગ્યા સુધીમાં સરકારી ચોપડે નોંધાયેલા વરસાદ મુજબ મોરબીમાં 50mm, હળવદમાં 57 mm, ટંકારામાં 40 mm અને માળીયા અને વાંકાનેરમાં 2 mm વરસાદ નોંધાયો હતો. આમ મોરબી અને હળવદમાં બે ઇંચ જેટલો જ્યારે ટંકારામાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો હતો.

- text

જ્યારે મોરબી જિલ્લાના સૌથી મહાકાય મચ્છુ 2 ડેમ ઉપર રાત્રીના 22 mm વરસાદ નોંધાયો હતો. અને રાત્રીના વરસાદના પગલે ડેમના 3 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text