મોરબી : સોસાયટીની મહિલાઓનું સ્વૈચ્છીક સ્વચ્છતા અભિયાન

- text


મોરબી : મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી નિમિતે આ વર્ષે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે તંત્ર પણ વિવિધ સ્તરે સ્વચ્છતા તેમજ સફાઈ અભિયાન ચલાવવા જઈ રહ્યું છે. સ્વચ્છતાનો મુલમંત્ર ગાંધીજીની વિચારસરણીનો મુખ્ય ભાગ રહ્યો છે અને ગાંધી આદર્શ આજે પણ અભિપ્રેત છે ત્યારે મોરબીની એક સોસાયટીની મહિલાઓએ ગાંધીજીના સ્વચ્છતાના મુલમંત્રને સાચા અર્થમાં સાર્થક કરતા પોતાની સોસાયટી અને આજુબાજુના વિસ્તારમાં સ્વયં સફાઈ અભિયાન હાથ ધર્યું હતું.શહેરમાં આવેલા શનાળા રોડ સ્થિત ચિત્રાનગર સાેસાયટીની મહિલાઓ દ્વારા ચાલતા મહિલા મંડળે સોસાયટીના પ્લોટ તેમજ શેરીઓમાંથી કચરો-ગંદકી દૂર કરવા માટે સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. આ અભિયાનમાં નાના મોટા તમામ સભ્યોએ જ્ઞાતિ-જાતિ, પદ-પ્રતિષ્ઠા તેમજ ગરીબ તવંગરના ભેદભાવ ભૂલી એક સમાન કાર્ય હાથ ધર્યું હતું. સમગ્ર સોસાયટીએ પોતાનું ઘર આંગણ છે તેમ સમજીને નિષ્ઠાપૂર્વક સફાઈ કામગીરી કરવામાં આવતા ચોતરફ આ કાર્યની પ્રેરણાત્મક પ્રસંશા થઈ રહી છે.

- text

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text