મોરબી : સગીરાનું અપહરણ કરનાર આરોપી એમપીથી ઝડપાયો

- text


મોરબી : મોરબીના ભરતનગર ગામની સીમમાંથી થયેલા સગીરાના અપહરણના કેસમાં મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ ટીમે આરોપીને મધ્ય પ્રદેશના ચીખોડા ખાતેથી ઝડપી લીધો હતો.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના ભરતનગર ગામની સીમમાંથી સગીર વયની દીકરીને આરોપી અપહરણ કરીને ભગાડી ગયો હતો. જે મામલે પાંચ માસ પૂર્વે પોક્સો એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. જેમાં પોલીસે તપાસ દરમિયાન આ ગુનાનો આરોપી રૂપસિંગ મહેન્દ્રભાઈ ડોડવા (રહે. વિલજરી તા. જિ. અલીરાજપુર, મધ્ય પ્રદેશ) મધ્ય પ્રદેશના બખતગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના ચીખોડા ગામે હોવાની ચોક્કસ માહિતી મળી હ તી. જેથી AHTU મોરબીની ટીમ મધ્ય પ્રદેશના ચીખોડા પહોંચી હતી અને આરોપી રૂપસિંગ ડોડવાને ઝડપીને આગળની કાર્યવાહી માટે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.

- text

- text