મોરબી જિલ્લાના ચેકડેમ તથા તળાવોનું રીપેરીંગ કરવા મુખ્યમંત્રીને રજૂઆત

- text


મોરબી : મોરબીના જાગૃત નાગરિક કે. ડી. બાવરવા દ્વારા ચેકડેમ તથા તળાવોનું રીપેરીંગ કરી નવસાધ્ય કરવા અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી.

આ રજૂઆતમાં તેઓએ પ્રશ્નો ઉઠાવ્યા હતા કે ચાલુ  વર્ષે ખુબ જ વરસાદ થયેલ છે. ગુજરાતની અત્યાર સુધીની દરેક સરકારો દ્વારા ચેકડેમોના કામો કરાવવામાં આવેલ છે. પરંતુ આજે આ બનાવેલા ચેકડેમો માંહેના કેટલા સ્થળ પર હયાત છે? કેટલા ચેકડેમોમાં પાણી ભરી શકાય છે? અને કેટલા તૂટેલા છે કે જેને રેપરીંગ કરી શકાય તેમ છે? અને કેટલાનું અસ્તિત્વ જ નથી?

આવા સવાલો ઉઠાવી માંગણી કરી હતી કે ચેકડેમને રેપેરીંગ કરવામાં આવે તેમજ નવા ચેકડેમ કરવામાં આવે . આવી જ રીતે દરેક વિસ્તાર અને ગામોમાં જે રાજાશાહી વખતના જુના તળાવો આવેલા છે. તેને નવસાધ્ય કરવામાં આવે અને ઉંડા ઉતારવામાં આવે પાળા મજબુત કરવામાં આવે, પાકા બાંધવામાં આવે તો ખુબ જ મોટો જથ્થો પાણીનો સંગ્રહ થશે. અમુક ગામના તળાવો તો ખુબ જ મોટા છે. જેમ કે મોરબી જીલ્લાના મોટા દાહીસરા ગામનું તળાવ જે એક નાના ડેમ જેવડું છે.

- text

આ ઉપરાંત, અમુક ગામોની સીમમાં પણ તળાવો આવેલા છે. આ બાબતે જે તે વિભાગને જરૂરી સુચના આપીને આ કામોને અગ્રતાના ધોરણે કરવા જોઈએ તેવી માંગણી કરી હતી. ચાલુ વર્ષે જો આ બધા ચેકડેમ અને તળાવો સારી સ્થિતિમાં હોત તો ઘણું બધું પાણી જે દરિયામાં જતું રહ્યું તેનો સંગ્રહ કરી શકાયો  હોત. ખેડૂતો અને સ્થાનિક લોકો આ પાણીનો સારો ઉપયોગ કરી શક્યા હોત. સરકાર પણ પાણીની કીમત જાણે જ છે. એટલે જ સરકારે દરિયામાં પ્લાન્ટ નાખીને મીઠું પાણી કરવાની યોજના વિચારી છે. અને તેના માટે બજેટ માં જોગવાઈ પણ કરેલ છે. ત્યારે જો આ બધા ચેકડેમ તેમજ તળાવોનું રેપેરીંગ થઇ જાય અને તેમાં પાણીનો સંગ્રહ થાય તો ખુબ જ મોટો ફાયદો ગુજરાતભરમાં થાય તેમ છે. અને વરસાદનું પાણી દરિયામાં જતું અટકી શકે.

ઉપરોક્ત બાબતો અંગે બાવરવા દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને તથા ગુજરાત વિધાન સભા નેતા પરેશ ધાનાણીને હકારાત્મક રીતે વિચારીને જલ્દી યોગ્ય આદેશો કરીને કામો જલ્દી થાય તેવું કરાવવા માટે માંગણી કરવામાં આવી હતી.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text