મોરબીમાં જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાયો

- text


મોરબી : મોરબીમાં જિલ્લાકક્ષાનો રોજગાર ભરતી મેળો ભરાયો હતો.જેમાં 660 જેટલી જગ્યાઓ નોંધાઈ હતી. આ રોજગાર મેળવા રોજગાર વાંચ્છુક ઉમેદવારોની પસંદગી કરવા માટે 35 જેટલી કંપનીઓ જોડાઈ હતી. મોરબીના સામાકાંઠે આવેલ એલઇ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આજે મોરબી રોજગાર વિનિમય કચેરી અને આઇટીઆઇ મોરબી દ્વારા જિલ્લા કક્ષાના રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સાસંદ મોહનભાઇ કુંડારીયા,ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલા,અધિક કલેકટર કેતન જોશી સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ તકે ઉપસ્થિત મહાનુભવોએ રોજગારી મેકવવા ઇચ્છતા યુવાનોને સંબોધીને જણાવ્યું હતું કે,તમે નીતિ નિયમોથી નિષ્ઠાપૂર્વક કામ કરશો તો કોઈપણ કંપની તમને સામેથી કામ કરવા બોલાવશે અને જે કંપનીમાં નોકરી મળી હોઈ ત્યાં મારાપણાનો ભાવ રાખીને કામ કરશો તો કંપનીની સાથે તમારા માટે પણ ઉજળી તકોનું નિર્માણ થશે.માલિક સાથે વિશ્વાસ સંપાદન કરીને યોગ્ય ધ્યેય નક્કી કરશે તો સફળતા અચૂક મળશે.

- text

આ રોજગાર ભરતી મેલમમાં 660 જેટલી જગ્યાની નોંધણી કરવામાં આવી હતી અને કુલ 125 કંપનીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો.35 જેટલી કંપનીઓએ આ રોજગાર મેળામાંથી ચૂંનદા ઉમેદવારીને પોતાની કંપનીમાં નોકરી આપવામાં માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરી હતી.પરંતુ આ ભરતી મેળામાં ઉમદેવારો કરતા વિધાર્થીઓની સંખ્યા વધુ જોવા મળી હતી 35 કંપની હોવા છતાં માત્ર 12 કે 13 સ્ટોલ જોવા મળ્યા હતા અને એકાદ બે કંપની સિવાય કાગડા ઉડતા હોય તેવી સ્થિતિ નિર્માણ થઈ હતી.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text