મોરબીમાં પૂર્વ ધારાસભ્યના પુત્રની આગેવાનીમાં પ્લાસ્ટિક મુક્તિ અંગે જનજાગૃતિ રેલી યોજાઈ

- text


પ્લાસ્ટિકનો વપરશ બંધ થાય તે માટે વેપારીઓને આશરે 10 હજાર જેટલી કાપડની થેળીઓનું વિતરણ કરાયું

મોરબી : મોરબીને પ્લાસ્ટિકના દુષણથી મુક્ત કરવા અને લોકો સ્વંય પ્લાસ્ટિક છોડી કાપડની થેલી વાપરતા થાય તેવા હેતુસર આજે મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના પુત્ર પ્રથમની આગેવાની હેઠળ પ્લાસ્ટિક મુક્તિ અંગે જનજાગૃતિ રેલી નિકળી હતી. રેલી દરમિયાન લોકોને હાનિકારક પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરી કાપડની થેળીનો વપરાશ કરવાનો મેસેજ આપવામાં આવ્યો હતો. જ્યારે પ્લાસ્ટિકનો વપરાશ બંધ થાય તે માટે વેપારીઓને આશરે 10 હજાર જેટલી કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના પુત્ર પ્રથમની આગેવાની હેઠળ વડાપ્રધાન મોદીના પ્લાસ્ટિક મુક્તિના સંકલ્પને ખરા અર્થમાં સાકાર કરવા માટે આજે પ્લાસ્ટિક મુક્તિ અને જનજાગૃતિ રેલીનું અયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમની આગેવાની હેઠળ પ્લાસ્ટિક મુક્તિ અંગેની વિશાળ રેલી રવાપર રોડ પરના બાપા સીતારામ ચોક પાસેથી નીકળી હતી અને નહેરુ ગેઇટ ચોક સુધી યોજાઈ હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા અને લોકોને પ્લાસ્ટિકનો વપરાશ ન કરવા અને કાપડની થેલીનો વપરાશ કરવાનો મેસેજ આપ્યો હતો. વિધાર્થીઓ પ્લાસ્ટિક મુક્તિ અંગેના જુદાજુદા પહેરવેશ ધારણ કરીને લોકોને જાગૃત કરવાનનો પ્રયાસ કર્યો હતો. વેપારીઓ પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરે તે માટે આશરે 10 હજાર જેટલી કાપડની થેલીઓ વિતરણ કરવામાં આવ્યું હતું અને પ્લાસ્ટિકનો ઉપયોગ નહિ કરવાના શપથ પણ લેવડાવ્યા હતા. જયારે કાર્યક્રમમાં મોરબીના વોડ નં 6 ના ભાજપના કાઉન્સિલર સુરભીબેન ભોજાણીના ચાર વર્ષના પુત્ર ઓમ મનિષ ભોજાણીએ પ્લાસ્ટીક નાબુદિનો વિશેષ સંદેશો આપતા પહેરેલા પરિધાન આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

- text

બાદમાં નહેરુ ગેઇટ ચોક ખાતે જાહેર સભા યોજાઈ હતી. જેમાં પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા સહિતના અગ્રણીઓએ મોરબીને પ્લાસ્ટિક મુક્ત બનાવવા અંગે ધારદાર પ્રવચન આપ્યું હતું. આ રેલીમાં ભાજપના અગ્રણીઓ અને મોટી સંખ્યા સ્કૂલ સંચાલકો જોડાયા હતા.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text