મોરબી : અખબાર વિતરણ સમયે યુવાનનું હાર્ટએટેક આવતા મોત નીપજ્યું

- text


મોરબીના અખબારી વિતરકો અને અજન્ટોમાં શોકની લાગણી

મોરબી : મોરબીમાં મોટરસાયકલ પર ફરીને અખબારનું વિતરણ કરતા યુવાનને અખબાર વિતરણ કરવાની કામગીરી દરમ્યાન રસ્તામાં જ ગભરામણ થતા તેને 108 મારફતે સારવારમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. જેના કારણે મોરબીના અખબારી વિતરકો અને અજન્ટોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.

- text

મોરબીના વીસીપરામાં આવેલ રોહીદાસપરા મેઇન રોડ પર ગુજરાત હાઉસિંગ સોસાયટીમાં રહેતા અને અખબાર વિતરણનું કામકાજ કરતા મહેશભાઈ અરજણભાઈ ચૌહાણ નામનો પાંત્રીસ વર્ષનો યુવાન ગઇકાલે સવારે રાબેતા મુજબ અખબાર વિતરણનું કામ કરી રહ્યો હતો ત્યારે રવાપર રોડ, રવાપર રેસીડેન્સી, ગ્રીન પોઇન્ટ એપાર્ટમેન્ટ નજીક તેના બાઇક પર જઈ રહ્યો હતો ત્યારે અચાનક તેને કંઈ થવા લાગતા તેણે બાઇકને થોભાવ્યુ હતું અને વાહનનું સ્ટેન્ડ (ઘોડી) લગાવી રહ્યો હતો ત્યારે અચાનક તે ઢળી પડતા લોકો એકઠા થઇ ગયા હતા. ત્યારબાદ મહેશભાઇના મોબાઇલમાંથી નંબરો મેળવી ઓળખ મેળવવા માટે તજવીજ કરી રહ્યા હતી. ત્યારે બનાવની જાણ થતા પટેલ ન્યુઝ વાળા અંબારામભાઈ પટેલ સ્થળ ઉપર આવી ગયા હતા અને તાત્કાલિક મહેશભાઈને 108 મારફતે મોરબી સિવિલે લઇ ગયા હતા જ્યાં ફરજ પરના તબીબે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરતા તેમના પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text