મોરબીમાં આદર્શ માતા કસોટી અંગે સેમિનાર યોજાયો

- text


તપોવન વિદ્યાલય ખાતે યોજાયેલા સેમિનારમાં મોટી સંખ્યામાં બેહનો ઉપસ્થિત રહી

મોરબી : મોરબીમાં કોમનમેન ફાઉન્ડેશન દ્વારા આગામી ડિસેમ્બર માસમાં “આદર્શ માતા કસોટી”નું આયોજન કરવામાં આવેલ છે. એ મુજબ છેલ્લા ત્રણ માસથી કાર્યકર્તાઓ મારફત સમજ આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં ડૉ. સતીશ પટેલ દ્વારા જુદી જુદી પંચાવન જેટલી ખાનગી શાળા તેમજ પ્લે હાઉસમાં હજારો બહેનોના સેમિનાર કરેલ છે. પરિણામે અત્યાર સુધીમાં 1000 એક હજાર જેટલી બહેનોએ આદર્શ માતા કસોટીના ફોર્મ ભરીને બહોળો પ્રતિસાદ પૂરો પાડેલ છે.

તપોવન વિદ્યાલય ખાતે ખુબ જ મોટી સંખ્યામાં બહેનોની હાજરીમાં તપોવન વિદ્યાલયના સંચાલક અશોકભાઈ રંગપડીયાએ શાળામાં અભ્યાસ કરતા કે. જી થી ધોરણ 2 સુધીના બાળકોની માતાઓ માટે સેમિનાર યોજાયો હતો. જેમાં આદર્શ માતા કસોટી વિશેની વાતો કરી એની યોગ્ય બાળ ઉછેર વિશેની વાતો કરવામાં આવી અને ઉપસ્થિત તમામ બહેનોએ આદર્શ માતા કસોટી આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

- text

આ ઉપરાંત, આદર્શ માતા કસોટીમાં તપોવન વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની માતા પ્રથમ અગિયાર ક્રમમાં આવશે એમને તપોવન વિદ્યાલય તરફથી લેપટોપ ભેટ આપવામાં આવશે અને શાળાના વાર્ષિક કાર્યક્રમમાં એ માતાનું સન્માન કરવામાં આવશે તેમજ તપોવન વિદ્યાલયમાં અભ્યાસ કરતા બાળકની જે માતાઓ કસોટી આપવા માંગતા હશે એમને તપોવન તરફથી “બાળ ઉછેર બે હાથમાં” પુસ્તક ફ્રી આપવામાં આવશે. 31 ઓક્ટોબર રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ છે.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text