ખીજડિયા રોડ પર થોડા મહિના પહેલા બનેલા પુલ પર ભ્રષ્ટાચારના ગાબડા

- text


ટંકારા : થોડા મહિના પહેલા જ બનેલા ખિજડીયા રોડના પુલ પર ગાબડા સહિત તિરાડો પડી જતા મોટી ‘મલાઈ’ તારવી લેવાઈ હોવાની લોકોમાં શંકા ઉદ્દભવી છે. આ રોડ પરથી રોજ સેંકડો ભારે વાહનો પણ પસાર થતા હોવાથી ગંભીર અકસ્માતનો ખતરો તોળાઈ રહ્યો છે. ટંકારા ખિજડીયા ચોકડીથી આગળ 66 કેવી સબસ્ટેશન સામે માછલીયા તળાવને ક્રોસ કરવા ખિજડીયા, નશિતપર, ધુનડા, નેસડા, ગજડી, રામપર, મેધપર સહિતના ગામે જવાના રસ્તા પર ગત વર્ષે પુલનુ નિર્માણ કરવામા આવ્યુ હતું. પરંતુ આ કામમા ભ્રષ્ટાચારના ગાબડા પડ્યા હોય તેવુ સામે આવતા ચકચાર મચી ગઇ છે. પુલની બાજુમાં ધરતી ફાટી ગઈ હોય તેમ તિરાડો પડી ગઈ છે અને બન્ને બાજુ એક એક ફુટ જેટલો રોડ બેસી ગયો છે. ઉદભવેલી આ ગંભીર ક્ષતિને અધીકારીઓ સામાન્ય ગણે છે અને થોડા મહિના પહેલા જ બનેલા પુલ માટે સબ સલામતની કેસેટ વગાડે છે. ત્યારે જો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો એ અંગેની જવાબદારી કોની તે મોટો સવાલ છે. અહીંથી જીન અને મિલ ઉધોગના ભારે ટ્રકો પસાર થાય છે. આવા સંજોગોમાં પુલ નમી જશે તો એ અંગે કોણ જવાબદારી લેશે એવુ અહીના ઉધોગપતિઓમાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે એક વાત તો સ્પષ્ટ છે કે આ કામમાં ક્યાંકને ક્યાંક ભ્રષ્ટચાર થયો જ હોવો જોઈએ. જો ભ્રષ્ટચાર ન થયો હોય તો કેમ ગાબડા પડ્યા અને પડ્યા તો અધિકારીઓએ શુ કાર્યવાહી કરી. ઉલ્લેખનીય છે કે હજી સુધી ગાબડાનુ સમારકામ હાથ ધરાયુ નથી ત્યારે પુલને થયેલું નુકશાન વધતું જાય છે. તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોતું હોય એમ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

- text

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text