મોરબી : રામઘાટ પાસે મચ્છુ નદીમાં ડૂબી જતાં યુવાનનું મોત

- text


દીવાલ પરથી પગ લપસી જતા આ કરુણ ઘટના સર્જાઈ

મોરબી : મોરબીના દરબાર ગઢ નજીક રામઘાટ પાસે વ્હોરા સમાજની મસ્જિદ સામેની દીવાલ પરથી પગ લપસી જતા એક યુવાન મચ્છુ નદીમાં ડૂબી ગયો હતો.બાદમાં સ્થાનિક તરવૈયાઓએ મચ્છુ નદીમાં શોધખોળ કરતા હતભાગી યુવાનની લાશ મળી આવી હતી. આ કરુણ બનાવથી તેના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.

આ કરુણ ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીની નાની બજાર પાસે આવેલ વ્હોરા સમાજની મસ્જિદ નજીક રહેતો મહમદભાઈ આમદભાઈ ચાનીયા ઉ.વ.32 નામનો યુવાન આજે સવારે 10:30 વાગ્યાની આસપાસ દરબારગઢ પાસે આવેલ રામઘાટ નજીકની વ્હોરા સમાજની મસ્જિદ સામેની દીવાલ પાસે હતો. ત્યારે દીવાલ પરથી તેનો પગ લપસતા રામઘાટ પાસે વહેતી મચ્છુ નદીમાં પડી જતા ડૂબી ગયો હતો. બાદમાં સ્થાનિક તરવૈયાઓની મદદથી મચ્છુ નદીમાં શોધખોળ હાથ ધરાઈ હતી. પણ યુવાનનો મૃતદેહ જ હાથ લાગ્યો હતો. આ સ્થળે વાલ લીકેજ થતો હોય હાથપગ ધોવા જતા યુવાનનો પગ લપસી જતા આ કરુણ ઘટના બની હોવાનું પ્રાથમિક તારણ છે. અકસ્માતે યુવાનનું મચ્છુ નદીમાં ડૂબી જતાં મોત થવાથી તેના પરિવારમાં ભારે માતમ છવાયો છે. મોરબી એ ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text