મોરબીમાં રોડ વચ્ચે બેઠેલા આખલાને કારણે રીક્ષા પલ્ટી મારી ગઈ : પેસેન્જરોને ઇજા

- text


મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર સમયના ગેટ પાસે ગઈકાલે રીક્ષા આડે આખલો આવી ચડતા આખલાને તરાવવાના પ્રયાસમાં પેસેન્જર રીક્ષા પલ્ટી મારી ગઈ હતી.આ અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા એક પેસેન્જરને ઇજા પહોંચી હતી.

- text

આ બનાવની મોરબીના એ ડિવિઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર મોરબીના શક્ત શનાળા ગામે આવેલ શક્તિ પ્લોટ વિસ્તારમાં રહેતા ડ્રાઇવીંગનો વ્યવસાય કરતા મનોજભાઇ આણદજીભાઈ પધારીયા ઉ.વ.45 નામના આધેડ ગઈકાલે મોબીના નવા બસ સ્ટેન્ડ પાસેથી ગઈકાલે એક સીએનજી રિક્ષામાં બેસીને પોતાના ઘરે શનાળા ગામે જઈ રહ્યા હતા અને આ સીએનજી રીક્ષા શનાળા રોડ સમય ગેટની પાસે પહોંચી ત્યારે રોડ ઉપર રિક્ષાની આડે એક આખલો ચડી આવ્યો હતો.આથી રીક્ષા ચાલકે આખલા તરવવા જતા રિક્ષાને કાવું મારતા સ્ટીયરીગ પરથી કાબુ ગુમાવતા રીક્ષા પલ્ટી મારી ગઈ હતી.જેમાં આ પેસેન્જરને ઇજા પહોંચી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબીમાં રખડતા ઢોરનો ત્રાસ ખૂબ જ વધી રહ્યો છે.જોકે થોડા દિવસો પહેલા તંત્રએ ઢોર પડકની કામગીરી શરૂ કરી હતી.પણ આ કામગીરી હજુ અસરકારક બની ન હોવાથી રખડતા ઢોરનો ત્રાસ યથાવત રહ્યો છે.જેને કારણે આવા નાના મોટા અકસ્માતના બનાવો અવાર નવાર બને છે.જોકે રખડતા પશુઓથી વાહન ચાલકોને અકસ્માતનું જોખમ વધુ હોવાથી વહેલી તકે તંત્ર આ અંગે ઝડપી કામગીરી કરે તેવી માંગ ઉઠી છે.

- text