મોરબી : સીરામીક ફેકટરીમાં ઇજા પામેલા શ્રમિકનું સરવાર દરમ્યાન મોત

- text


મોરબી : મોરબીમાં સીરામીક ફેકટરીમાં કોઈ કારણોસર ઇજા પામેલા શ્રમિકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પાસેથી મળતી વિગતો અનુસાર મોરબીના રફાળેશ્વર ગામે જીઆઇડીસી પાસે આવેલ મેગનમ સીરામીક ફેકટરીમાં કામ કરતા સદામભાઈ સમસુદીનભાઈ સીદીક ઉ.વ.22 નામના શ્રમિક યુવાન કારખાના મજુરી કામ કરતો હતો.તે સમયે તેને કોઈ કારણોસર ઇજા થવાથી વધુ સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયો હતો.બાદમાં તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું.તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text