મોરબી : રવાપર રોડથી મચ્છુ નદીમાં જતા વોકળાની સફાઈ કરવા કલેક્ટરને આવેદન

- text


મોરબી : ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિએશન દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરને મોરબીની રવાપર ચોકડીથી એવન્યુ પાર્ક થઈને વજેપરમા થઈને મચ્છુ નદીમાં જતા વોકળાની યોગ્ય સફાઈ તથા મરામત કરવા માટે આવેદન પાઠવવામાં આવ્યું છે.

નજીકના સમયમાં મોરબી જિલ્લાની સંકલન સહ ફરિયાદ બેઠક યોજાનાર છે. ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિએશનના સૌરાષ્ટ્રના પ્રમુખ કે.ડી. બાવરવા દ્વારા રવાપર ચોકડીથી એવન્યુ પાર્ક થઈને વજેપરમા થઈને મચ્છુ નદીમાં જતા વોકળાની યોગ્ય સફાઈ તથા મરામત કરવા માટે બેઠકમાં ચર્ચા વિચારણા કરીને આ પ્રશ્નનો યોગ્ય નિકાલ લાવવામાં આવે એ માટે આવેદન પાઠવવામાં આવ્યું છે. તેમનું કહેવું છે, કે આ વોંકળામાં ઘણી બધી ગટરના પાણીનો નિકાલ કરવામાં આવે છે. આમાં પારાવાર કચરો હોય છે. વોંકળાની સફાઈ જે રીતે થવી જોઈએ તે રીતે ન થતી હોવાથી દુર્ગંધ ફેલાય છે આથી આજુબાજુના લોકોને ખુબ મુશ્કેલી પડે છે. વોકળા પર સ્કૂલ પણ આવેલી હોવાથી બાળકોની તંદુરસ્તી પણ જોખમાય છે. આથી વોકળાને પાકો કરીને, CC કરીને યોગ્ય ચેનલ બનાવીને, વ્યવસ્થિત ઢાળ આપવામાં આવે અને ઉપર કવર કરવામાં આવે તો ત્યાં કોઈ કચરો ન નાખી શકે. આ બાબતે સ્થાનિક લોકો દ્વારા અનેક વાર રજુઆત કરવામાં આવી છે, પરંતુ તેનો કોઈ નિકાલ થયો નથી. આથી આ સંકલન સહ ફૈયાદ બેઠકમાં આ પ્રશ્નનો નિકાલ આવે, એવું આવેદન આપવામાં આવ્યું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text