મોરબી : શ્રાવણીયો જુગાર રમતી સાત મહિલાઓ ઝડપાઇ

- text


મોરબી : મોરબીમાં જાહેરમાં શ્રાવણીયો જુગાર રમતી સાત મહિલાઓને ગંજીપાના પત્તાં અને રોકડા રૂપિયા 13,800 સાથે બી ડિવિઝન પોલીસ ટીમે પકડી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ બી ડિવિઝનના પીઆઇ કોંઢીયાની સૂચનાથી પોલીસસ્ટાફ્ના માણસોના પેટ્રોલિંગ દરમિયાન ગંજીપાના પત્તાંથી તીનપત્તીનો હારજીતનો જુગાર રમતી વિનુબેન વરાણીયા(ઉ.વ 42), ખતીજાબેન ભટ્ટી(ઉ.વ. 30), રેખાબેન વરાણીયા(ઉ.વ. 26), શકીનાબેન ભટ્ટી(ઉ.વ. 30), શબાનાબેન વકાલીયા(ઉ.વ. 39), મુમતાઝબેન સમા(ઉ.વ. 38) અને ફરજાનાબેન પીંજારા(ઉ.વ. 39)ને ગંજીપાનાં પત્તાં અને રોકડ રકમ 13,800 સાથે પકડી પાડીને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ ચાવડા, કોન્સ્ટેબલ અંબાપ્રતાપસિંહ જાડેજા, વનરાજભાઈ ચાવડા, અર્જુનસિંહ ઝાલા, ભગીરથભાઈ લોખીલ, મુકેશભાઈ જીલરીયા અને WLR હેતલબેન રમેશભાઈ રોકાયા હતા.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text