મોરબીના રામચોક નજીક ટીસીમાંથી વીજ શોક લાગતા વધુ એક ગાયનું મોત

- text


થોડા દિવસો પહેલા વીજ શોકથી બે ગાયના મોત થયા બાદ પણ તંત્રની નીંભરતા બરકરાર રહેતા આજે વધુ એક ગાયનો ભોગ લેવાતા તંત્ર સામે લોકોમાં ઉગ્ર આક્રોશ

મોરબી : મોરબીના રામચોક પાસે આજે ટીસીમાંથી વીજ શોક લાગતા એક ગાયનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. અગાઉ વિશિપરામાં શોર્ટ લાગતા બે ગાયના મોત નિપજયા હતા. તેમ છતાં તંત્રએ પોતાની બેદરકારી જાળવી રાખતા વધુ એક ગાયનો ભોગ લેવાતા જીવદયાપ્રેમીઓમા ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

મોરબીના રામચોક વિસ્તારમાં આવેલા એક ટીસીમાં એક ગાયને અચાનક શોટ લાગતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવથી પીજીવીસીએલ તંત્રની ઘોર બેદરકારી છતી થઈ છે. જો કે અગાઉ બે દિવસ પૂર્વે જ વિશિપરા વિસ્તારમા શોર્ટ લાગતા બે ગાયનો ભોગ લેવાયો હતો. તેમ છતાં તંત્રએ પોતાની નીંભરતા બરકરાર રાખતા આજે પણ એક ગાયનો ભોગ લેવાયો છે.

- text

ઉલ્લેખનીય છે કે પીજીવીસીએલ અને પાલિકા દ્વારા પ્રિ મોન્સૂન કામગીરીના બણગા ફૂંકવામાં આવતા હતા. પરંતુ ચોમાસામાં માત્ર થોડો વરસાદ પડતા જ પ્રિ મોન્સૂનની પોલ ખુલી ગઈ છે. હાલ શહેરમાં અનેક જગ્યાએ ખુલ્લા વીજ વાયરો, ટીસીની ખુલ્લી પેટીઓ, ટીસી પાસેની તૂટેલી સેફટી જાળી જોવા મળી રહી છે. ત્યારે તંત્રએ આ અંગે વહેલી તકે કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text