સામાકાંઠાના સેંકડો રહીશો કાદવ-કિચ્ચડના સામ્રાજ્ય વચ્ચે રહેવા મજબૂર

- text


મોરબી : સામાંકાંઠે વસતા લોકો વરસાદી માહોલને માણવાને બદલે કાદવ-કિચ્ચડના સામ્રાજ્ય વચ્ચે રહેવા મજબૂર બન્યા છે. વરસાદને કારણે ગાડા માર્ગને પણ સારો કહેવડાવે એવા રસ્તા પરથી રોજ સેંકડો પરિવારોને આવવું-જવું મુશ્કેલ બન્યું છે.

મોરબીના સામાંકાંઠે વૃંદાવન પાર્ક સોસાયટી અને આજુબાજુના વિસ્તારોમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થાના અભાવે રોડ-રસ્તા બિસ્માર થઈ ગયા છે. ચીંકણી માટીને કારણે રોડ પરથી ચાલીને કે વાહન લઈને નીકળવું મુશ્કેલ બની ગયું છે. કાદવની ગંદકીને કારણે મચ્છર અને અન્ય જીવતોનો પ્રકોપ વધતા રોગચાળાનો ભય ઝળુંબી રહ્યો છે. લગભગ 21 બિલ્ડીંગના આશરે 509 જેટલા ફ્લેટ ધારકો આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જેમાં સિનિયર સીટીઝન, બાળકો અને મહિલાઓને ભારે અગવડ વેઠવી પડે છે ત્યારે તંત્ર આ દિશામાં યોગ્ય પગલાં ભરે એવી સ્થાનિકો માંગણી કરી રહ્યા છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text