મોરબીના ઘડિયાલ ઉદ્યોગનો ખરાબ સમય, ભયંકર મંદીનો ભરડો

- text


અનેક પ્રશ્નોના કારણે પ્રોડક્ટની ડિમાન્ડમા ધરખમ ઘટાડો : ૪૦ ટકા જેટલા મેન્યુફેકચરીંગ એકમોએ સપ્તાહમાં ૩ દિવસ કામકાજ બંધ રાખવુ પડે તેવી સ્થિતિ

મોરબી : સૌરાષ્ટ્રની શાન ગણાતા એવા મોરબીના ઘડિયાલ ઉદ્યોગનો ‘ખરાબ’ સમય ચાલી રહ્યો છે. ચાઈનીઝ પ્રોડકટનું આક્રમણ, ટેકસેશનના પ્રશ્નો અને દેશના બીજા ભાગમાં ઉભી થયેલી ફેકટરીઓ દ્વારા હરીફાઈ ઉભી કરાતી હોવા સહિતના અનેક પ્રશ્નોના કારણે મોરબીના વોલ કલોક ઉદ્યોગની ડિમાન્ડ ઘટવા પામી છે. જેના કારણે આ ઉદ્યોગ હાલ માંદગીના ખાટલે પડ્યો છે.

ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ છેલ્લા ૬ મહિનાથી મોરબીના કલોક ઉદ્યોગની માઠી બેઠી છે. કલોક બનાવતા લોકોના જણાવ્યા પ્રમાણે મોરબીમાં બનતી કલોકની ડિમાન્ડ ૩૦ થી ૩૫ ટકા જેટલી ઘટી ગઈ છે. જીએસટીએ આ ઉદ્યોગની કમ્મર તોડી નાખી હોવાનું પણ કહેવાય છે. ડીમાન્ડ ઘટતા અનેક ફેકટરીઓ મુશ્કેલી પડી ગઈ છે અને તેઓએ સાપ્તાહિક કામકાજના દિવસો ઘટાડી દીધા છે. હાલ ૧૮૦૦૦ જેટલા કામદારો આ ઉદ્યોગમાં કામ કરી રહ્યા છે. આ ઉદ્યોગમાં ૯૦ ટકા મહિલાઓ કામ કરે છે અને દૈનિક રૂ. ૨૦૦ થી ૩૦૦ જેટલુ વેતન મેળવે છે. મોરબી વોલ કલોક મેન્યુ. એસોસીએશનના પ્રમુખ શશાંક ડાંગીના કહેવા મુજબ ૪ વર્ષથી અમે અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છીએ પરંતુ છેલ્લા ૬ મહિનામાં અમારી માઠી બેઠી છે. હાલ દૈનિક ઉત્પાદન ૧.૭૫ લાખથી ઘટીને માત્ર ૧ લાખનું થઈ ગયુ છે. તેઓનું કહેવુ છે કે ૪૦ ટકા જેટલા મેન્યુફેકચરીંગ એકમોએ સપ્તાહમાં ૩ દિવસ કામકાજ બંધ રાખવુ પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. અનેક યુનીટો બે દિવસ બંધ રહે છે. સરેરાશ આ ઉદ્યોગ મહિનામાં માત્ર ૨૦ દિવસ કામકાજ રહી રહ્યુ છે તેમ ટાઈમ્સ ઓફ ઈન્ડીયાનો અહેવાલ જણાવે છે.

આ ઉપરાંત અનેક એકમોએ વેતનમાં પણ કાપ મુકયો છે. જે ૨૫ ટકા જેટલો છે કારણ કે કામકાજના દિવસો ઘટી ગયા છે. છેલ્લે વૈશ્વિક મંદી વચ્ચે ૨૦૦૮માં આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયુ હતુ તેવુ જાણવા મળે છે. અજંતા ઓરેવા ગ્રુપ કે જે ભારતમાં વોલ કલોકની દુનિયામાં પાયાના પથ્થર ગણાય છે તેઓએ તહેવારો દરમિયાન મહિલાઓ માટે ૫ દિવસની રજાની જાહેરાત કરી છે. ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલના જણાવ્યા પ્રમાણે મંદીના લાંબાગાળાને કારણે અમારી પાસે સ્ટોકનો પણ ભરાવો થઈ ગયો છે. આજે સ્ટોક કયાં રાખવો? તે પ્રશ્ન છે. હાલ વોલ કલોક ઉદ્યોગ ખરાબ દિવસોમાંથી પસાર થઈ રહ્યો છે.

- text

તેમના જણાવ્યા પ્રમાણે મોરબીની પ્રોડકટનો ૯૦ ટકા માલ ઘર આંગણાની બજારમાં વેચાતો હોય છે, પરંતુ અમારા ઉદ્યોગને ચાઈનીઝ માર્કેટ અને મુંબઈ, દિલ્હી, કોલકતામાં ઉભી થયેલી ફેકટરીઓએ જબરી હરીફાઈ આપી છે. સોનમ ક્વાર્ટઝના એમડી જયેશ શાહના જણાવ્યા પ્રમાણે પરિસ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. અમારે ફેકટરી બંધ કરવી પડે તેવા દિવસો આવ્યા છે. કર્મચારીઓને સપ્તાહમાં બે ત્રણ દિવસને બદલે આખો મહિનો રજા આપવી પડે તેવી સ્થિતિ છે. ફીનીશ્ડ પ્રોડકટને રાખવા માટે અમારી પાસે જગ્યા પણ નથી.

આ ઉદ્યોગને આશા છે કે સરકાર કલોક ઉપરનો ૧૮ ટકા જીએસટીનો દર ઘટાડે. અગાઉ વોચ પર પાંચ ટકા વેટ લાગતો હતો. મોટા ભાગના યુનિટો નાના પાયાના ઉદ્યોગો છે. જીએસટીને કારણે અમારૂ પેપર વર્ક વધી ગયુ છે અને નોન પ્રોડકટીવ પ્રવૃતિ વધી ગઈ છે. ટેકસ વિભાગની જરૂરીયાત પુરી કરવા માટે અમારે ઉંચી ફી આપી પ્રોફેશનલ્સને ભાડે રાખવા પડે છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text