મધ્યપ્રદેશના લૂંટના ગુનાના ફરાર આરોપીને મોરબી એલસીબીએ ઝડપી લીધો

- text


મોરબી : મોરબી એલસીબીની ટીમે મધ્યપ્રદેશના સોંડવા પોલીસ મથકના લૂંટના ગુનાના પાંચ વર્ષથી ફરાર આરોપીને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી એલસીબી ટીમે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના સોંડવા પોલીસ મથકના લૂંટના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપી રાકેશ નાનસિંગ માવડાને મહેન્દ્રનગર ચોકડી પાસેથી પકડી પાડી તેને મધ્યપ્રદેશ પોલીસને સોંપવા માટેની તજવીજ હાથ ધરી છે.

- text