મોરબી જિલ્લાના ગામડાઓમાં ગેરહાજર રહેવા મામલે 9 તલાટીનો એક દિવસનો પગાર કપાશે

- text


ડી.ડી.ઓ.ના ઓચિંતા ચેકિંગમાં તલાટીઓએ ગુટલી મારી હોવાની પોલ ખુલી

મોરબી : મોરબી જિલ્લાના ગામડાઓમાં તલાટી સમયસર હાજર રહીને ગ્રામ્ય પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ કરે છે કે કેમ તેની જાત ચકાસણી કરવા માટે જિલ્લા વિકાસ અધિકારીએ ગામડાઓમાં ઓચીતું ચેકિંગ હાથ ધર્યું છે.જેમાં 9 ગામડાઓમાં તલાટીઓએ ગુટલી મારી હોવાની પોલ ખુલી ગઈ હતી.આથી ડી.ડી.ઓ.એ આ 9 તલાટીઓને કારણ દર્શક નોટિસ ફટકારીને એક દિવસનો પગાર કાપી લેવાની તાકીદ કરી છે.

મોરબી જિલ્લાના ગામડાઓમાં પરિસ્થિતિનો સાચો તાગ મેળવવા અને ખાસ કરીને તલાટી મંત્રીઓ ગ્રામ પંચાયત કચેરીએ હાજર રહીને લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરે છે કે કેમ તેની જાત તપાસ કરવા માટે જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ.ખટાણા ગતતા 3 થી મોરબી જિલ્લાઓના ગામડાઓની ઓચિંતી મુલાકાત લેવાનું શરૂ કર્યું છે.જેમાં ભડિયાદ, જોધપર,લખધીરનગર, નવાગામ,લીલાપર,સજ્જનપર, ધૂનડા,જેપુર,ખાખરાળા, લૂંટાવદર, પીપળીયા, હજનાળી, ખારેચિયા,પંચાસર,અમરાપર, સહિતના ગામોમાં તલાટી મંત્રી ગ્રામ પંચાયત ઓફિસે હાજર રહે છે કે કેમ તે અંગે ડીડીઓએ સઘન ચેકિંગ કર્યું હતું.તે દરમ્યાન લખધીરનગર, જોધપર-ભડિયાદ, ખારચિયા,લૂંટાવદર-જેપુર, લજાઈ,હડમતીયા, રાજવડ,વિરપર ગામમાં તલાટી ગ્રામ પંચાયત કચેરીઓ હાજર ન હતા.એકંદરે કુલ 9 તલાટીઓ ચાલુ ફરજે ગુટલી મારી હોવાનું ધ્યાને આવતા આ મામલે ડીડીઓએ કડક વલણ અપનાવ્યું હતું અને આ તલાટીઓ એક દિવસનો પગાર કાપી લેવાનું ફરમાન કર્યું હતું તેમજ ગેરહાજર રહેવા મામલે યોગ્ય ખુલાસો આપવાની કારણ દર્શક નોટિસ ફટકારી છે. જો કે મોટાભાગે તલાટીઓ કોઈને કોઈ બહાનું ધરીને વારંવાર ગુટલી મારતા હોવાની લાંબા સમયથી ફરિયાદ છે.ત્યારે ડી.ડી.ઓએ ઓચીતું ચેકિંગ કરી ગુટલી બાજ તલાટીઓને જવાબદારીનું ભાન કરાવ્યું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text