મોરબીની મહિલા રૂ. 52 હજારની સોનાની બિલ વગરની લક્કી સાથે જામનગરમાં પકડાઈ

- text


 

મોરબી : જામનગર ખાતે મોરબીની એક મહિલાને રૂ. 52 હજારની સોનાની લક્કી સાથે એલસીબીએ પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ જામનગરના ચાંદીબજારમાં નવનીત જવેલર્સ નજીક એલસીબીએ યાસમીન ઉર્ફે આરતી સંજયભાઈ અગેચણીયા રહે. મોરબી વાળાને બિલ વગરની રૂ. 52 હજારની કિંમતની 17 ગ્રામની સોનાની લક્કી સાથે પકડી મુદ્દામાલ કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text