ટંકારા : દારૂની રેડ પાડવા ગયેલી પોલીસ ટીમ ઉપર હુમલો

- text


ઈજાગ્રસ્ત પોલીસકર્મીઓને સારવાર માટે દવાખાના ખસેડાયા : ઝાલાના જોધપર ગામની ઘટના : ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા

ટંકારા : ટંકારાના ઝાલાના જોધપર ગામે બાતમીના આધારે દારૂની રેડ કરવા ગયેલી ટંકારા પોલીસની ટિમ ઉપર બુટલેગરોએ પથ્થરમારો કરતા ભારે ચકચાર મચી ગઇ છે. પોલીસ પર થયેલા હુમલામાં ઘાયલ પોલીસ કર્મીઓને સારવાર માટે દવાખાને ખસેડાયા છે. જ્યારે બનાવ બાદ મોરબી જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે.

- text

બનાવની મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના ઝાલાના જોધપર ગામેં દારૂની રેડ દરમિયાન પોલીસની ટિમ ઉપર હુમલાનો બનાવ સામે આવ્યો છે. જેમાં બુટલેગર જૂથ દ્વારા પોલીસ પાર્ટી પર બેખોફ પથ્થરમારો કરતા પાંચ જેટલા પોલીસ જવાનોને ઇજાઓ પોહચી છે. જેમાં મળતી માહિતી મુજબ પોલિસ કર્મી વિક્રમ આહીર, બ્લોચભાઈ જમાદાર, પ્રવીણ મેવા, રવિ ગઢવી અને ચકુંભાઈ કલોતરાને ઇજા પોહચતા તેમને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા છે.

જ્યારે આ ઘટના બાદ મોરબી એલસીબી, એસોજીની ટિમ તથા ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઇ સ્થિતિ પર કાબુ મેળવવા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. જ્યારે પોલીસ ટિમ ઉપર હીંચકારા હુમલાની ઘટનાથી સમગ્ર જિલ્લામાં ભારે ચકચાર મચી ગઇ છે.

- text