રણસરોવર બનાવવાની પરિકલ્પના સાકાર થવાની દિશામાં : દિલ્હીમાં બેઠક મળી

- text


ઓરેવાના જયસુખભાઈ પટેલની મહેનત રંગ લાવી, વડાપ્રધાને બનાવેલી કમિટીએ બેઠકમા રિપોર્ટ તૈયાર કર્યો, આગામી દિવસોમાં વોટર રિસોર્સ મિનિસ્ટરી અને પીએમઓ વિભાગ વચ્ચે પણ બેઠક યોજાશે

પ્રોજેકટને મંજૂરી મળશે તો કચ્છના નાના રણમાં એશિયાનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર નિર્માણ પામશે, તેમાં નર્મદા ડેમ જેટલું પાણી સંગ્રહાશે

મોરબી : મોરબીના ઓરેવા ગ્રૂપના જયસુખભાઈ પટેલે સૌરાષ્ટ્ર કચ્છની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે રણસરોવરનું એક સ્વપ્ન સેવ્યું છે. જેને પ્રધાનમંત્રી તરફથી હકારાત્મક અભિગમ સાંપડતા તે સાકાર થવાની દિશામાં આગળ વધી રહ્યું છે. વડાપ્રધાનની સૂચનાથી રણસરોવર મુદ્દે દિલ્હીમાં બેઠક પણ યોજવામાં આવી હતી. જેમાં રણસરોવર માટે બનાવેલી કમિટીએ એક રિપોર્ટ તૈયાર કર્યો છે. આ રિપોર્ટ સંદર્ભે આગામી દિવસોમાં વોટર રિસોર્સ મિનિસ્ટરી અને પીએમઓ વિભાગ વચ્ચે પણ બેઠક યોજાશે.

કચ્છના નાના રણમાં આશરે ૫૦૦૦ ચોરસ કિલોમીટર વિસ્તાર આમતો સપાટ અને અફાટ છે અહીં કાળી માટી વિપુલ માત્રામાં છે અને ચોમાસા દરમિયાન તો આશરે ૩૦૦૦ ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારમાં કુદરતી રીતે જ પાણી ભરાય જાય છે. અહીં સામખીયાળી બ્રિજના નાલા બંધ કરી દેવામાં આવે તો દરિયાના ખારા પાણીને રણમાં આવતા અટકાવી શકાય છે. દર વર્ષે ચોમાસા દરમિયાન અહીં છેક રાજસ્થાન, પાલનપુર, બનાસકાંઠા, ભાભોર મહેસાણા, સિદ્ધપુર, પાટણ, શંખેશ્વર સહિતના જિલ્લાઓની આશરે ૧૧૦ જેટલી નદીઓના મીઠા પાણીનો સંગ્રહ થઇ શકે તેમ છે.

- text

આશરે ૫૦૦૦ ચોરસ કિલોમીટર રણ પ્રદેશમાં ફક્ત સાત થી આઠ ફૂટ ઊંડાઈમાં પણ જો પાણી સંગ્રહ થાય તો રણ સરોવરમાં કુદરતી રીતે આશરે નર્મદા ડેમ જેટલી જળ રાશિ કુદરતી રીતે ઉપલબ્ધ બની શકે તેમ છે. આ વિષય ઉપર ઓરેવાના જયસુખભાઈ પટેલે વિસ્તૃત સંશોધનો કરીને રણસરોવરના પ્રોજેકટને સફળ બનાવવા માટે પ્રયત્નો હાથ ધર્યા છે. આ પ્રોજેકટ તરફ હકારાત્મક વલણ દાખવીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આદેશથી અલગ અલગ 18 વિભાગોની કમિટી બનાવવામાં આવી છે. આ કમિટી દ્વારા 16 મુદાઓ પણ રજૂ કરવામાં આવ્યા હતા. જે મુદાઓ અંગેના જયસુખભાઈના કાઉન્ટર જવાબો રજૂ કરવા માટે દિલ્હીના સેન્ટર વોટર કમિશન ખાતે એક બેઠક મળી હતી.

આ બેઠકમાં વિવિધ વિભાગના ડિરેક્ટરો, ચેરમેનો તેમજ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મિટિંગમા 3 કલાક જેટલી લાંબી ચર્ચાઓ ચાલી હતી. જેના આધારે એક રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટને લઈને પ્રિન્સિપાલ સેક્રેટરી વોટર રિસોર્સ અને જલ શક્તિ મિનિસ્ટરી તેમજ પીએમઓ ઓફીસ વચ્ચે આગામી દિવસોમાં ઉચ્ચ કક્ષાની બેઠક યોજાવાની છે. જેમાં રણસરોવર માટેનો નિર્ણય લેવામાં આવનાર છે.

હાલ રણસરોવરની પરિકલ્પના સાકાર થવા તરફ આગળ વધી રહી છે. રણસરોવર પ્રોજેકટ મંજુર થતા અહીં નર્મદા ડેમ જેટલા પાણીનો સંગ્રહ થઈ શકશે અને સૌરાષ્ટ્ર કચ્છની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text