હળવદ : જુગાર રમતા ૬ ઝડપાયા

- text


હળવદ પોલીસે અજીતગઢમાં દરોડો પાડ્યો : બે મોબાઈલ મળી રૂ.16300નો મુદામાલ કબ્જે

હળવદ : હળવદ તાલુકાના અજીતગઢ ગામે પોલીસે બાતમીના આધારે ગતમોડી રાત્રીના રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડીને ત્યાં જુગાર રમતા છ શખ્સોને રંગેહાથ ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બનાવની હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ ગતમોડી રાત્રીના હળવદ તાલુકાના અજીતગઢ ગામે નવા પ્લોટ વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનમાં જુગારધામ ચાલતું હોવાની બાતમી હળવદ પોલીસને મળી હતી. જેના આધારે પી.આઈ. પી.આઈ. એમ.આર. સોલંકીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. પી.જી. પનારા, યોગેશદાન ગઢવી, ગંભીરસિંહ ચૌહાણ, ચંદુભાઈ ઠાકોર, મુમાભાઈ રબારી, કમલેશભાઈ, બિપીનભાઈ પરમાર સહિતનાઓએ આરોપી સુરેશભાઈ બાબુભાઈ કોળીના રહેણાંક મકાનમાં દરોડો પાડતા ગંજીપાનાનો જુગાર રમી રહેલા શખ્સોના હોંશ ઉડી ગયા હતા. પોલીસ દ્વારા ઘટનાસ્થળેથી સુરેશભાઈ બાબુભાઈ કોળી, કાંતિલાલ ઉર્ફે હકાભાઈ બાબુભાઈ કોળી, અશ્વીનભાઈ બાબુભાઈ કોળી, વિકેશભાઈ કાળુભાઈ કોળી, ભરતભાઈ બુટાભાઈ કોળી, ભરતભાઈ લખમણભાઈ પટેલ (રહે. તમામ અજીતગઢ)ને બે મોબાઈલ તેમજ રોકડા રૂ.16300ની ઝડપી લઈ હળવદ પોલીસ મથકે લઈ આવી જુગારધારા કલમ એકટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, જુગારીઓ પોલીસથી બચવા મોડી રાત્રીના રહેણાંક મકાન અથવા તો અવાવરૂ જગ્યાઓ પર જુગાર કલબો ચલાવી તેમજ નાલ ઉઘરાવતા હોવાનું પણ સામે આવ્યું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text