ટંકારા :અનુ. જાતિ પર થતા અત્યાચારો સામે કાયદો બનાવવા બ.સ.પા.ની માંગ

- text


તાજેતરમાં પોલીસની હાજરીમાં વરમોર ગામે અનુસૂચિત જાતિના યુવાનની હત્યા થવા મામલે રજુઆત

ટંકારા : તાજેતરમાં પોલીસની હાજરીમાં અમદાવાદના માંડલ તાલુકાના વરમોર ગામે દલિત યુવાનની હત્યા થઇ હતી.જેના કારણે સમગ્ર ટંકારા તાલુકા અનુ. જાતિ, બ.સ.પા. ટંકારા તાલુકો, ભીમ આર્મી તથા તમામ દલિત (એસસી, એસટી, ઓબીસી તેમજ માઇનોરિટી) સંગઠનો દ્વારા ગુજરાતના રાજ્યપાલને ગુજરાતમાં અનુ. જાતિ વિરુદ્ધ થતા અત્યાચારો પર કડક કાયદો બનાવીને જાતિપ્રથા સદંતર નાબૂદ કરવા માટેનું આવેદન આપવામાં આવ્યું હતું. તાજેતરમાં અમદાવાદના વરમોરમાં પોલીસ તથા 181ની ટીમની હાજરીમાં દલિત યુવાન હરેશ સોલંકી, કે જેણે એક સહકર્મી અને ઉંચી જાતિની યુવતી સાથે કાયદેસર લગ્ન કર્યા હતા, તેની હત્યા કરવામાં આવી હતી, જેને લીધે ટંકારા તાલુકા અનુ. જાતિ, ટંકારા બ.સ.પા., ભીમ આર્મી તથા તમામ દલિત સંગઠનો દ્વારા ટંકારાના મામલતદારના માધ્યમથી રાજ્યપાલને અનુ. જાતિ પર થતા અત્યાચારો વિરુદ્ધ કડક કાયદો બનાવીને તથા જાતિપ્રથા સદંતર નાબૂદ કરીને ભારતીય નાગરિકનું પ્રમાણપત્ર આપવા માટે આવેદન કરવામાં આવ્યું હતું. આ આવેદનમાં જણાવાયું હતું, કે ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી દલિતો પર અવારનવાર અત્યાચારના બનાવો બને છે. આવા અત્યાચારોને રોકવા સરકાર દ્વારા આપવામાં આવેલા તમામ સર્ટિફિકેટ રદ કરીને અનુ. જાતિને ભારતીય નાગરિકનું સર્ટિફિકેટ આપવા માટે માંગણી કરાઈ છે.

- text

આ આવેદનમાં અનુ. જાતિના હોવાને લીધે અત્યાચારોથી પીડાતા લોકોને તાત્કાલિક ન્યાય, વરમોરની ઘટનાના ગુનેગારોને ધરપકડ કરીને આકરી સજા, પીડિત હરેશ સોલંકીના પરિવારને 50 લાખ રૂપિયાની સહાય, તેના ઘરના સભ્યોને સરકારી નોકરી, ગુજરાન ચલાવવા માટે સાંથણીની 10 એકર જમીન, અનુ. જાતિના લોકોને સ્વ રક્ષણ માટે હથિયાર રાખવાનો પરવાનો આપવાની પણ રજુઆત કરાઈ છે અને આવા બનાવો જો અટકશે નહીં, તો બંધારણીય અધિકાર મુજબ આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text