ટંકારાને બાકી રહેલ વિમો ક્યારે? કોંગ્રેસ પ્રમુખ ગોધાણીનો સરકારને સણસણતો સવાલ

- text


અનિયમિત વરસાદથી ચિંતિત ખેડૂતો અને પશુ માટે વિશેષ જાહેરાત પણ કરવા રજૂઆત

ટંકારા : ટંકારા કોગ્રેસ પ્રમુખ અને કારોબારી સમિતિના અધ્યક્ષ ભુપત ગોધાણીએ ગત વર્ષે કપાસના વિમાની બાકીની રકમ મોડુ કર્યા વગર ખેડુતોના ખાતામા નાખવા રજૂઆત કરી છે. આ ઉપરાંત આ વર્ષે પણ પ્રથમ વાવણી ફેલ જતા બિયારણ, ખેડ અને ખાતરનો ડામ ખેડુતોના માથે આવી પડ્યો છે. તેથી નવા બિયારણ અને ખેડ માટે તાત્કાલિક વિમો મળે એવી રજુઆત કરી છે.

તદ્ઉપરાંત એક વર્ષથી વધારે સમયથી પશુ માટે રાહતદરે ઘાસ મળે એ માટે પણ વારંવાર કરેલી રજૂઆત છતાં કેમ સરકારને મુંગા અબોલ જીવની દયા નથી આવતી, એવા અણીયારા સવાલો કરી પાંજરાપોળ અને ગૌશાળા માટે ઘાસ ફાળવવા રજૂઆત કરી હતી.

- text

જોકે આજે બુધવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળનારી કેબિનેટ બેઠકમાં સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત સહિત અલ્પ વર્ષા વાળા વિસ્તારો બાબતે ચર્ચા થયા બાદ કોઈ અગત્યની જાહેરાત થવાની રાહ જોવાઇ રહી છે. ત્યારે વિધાનસભા સત્રના આજે પાંચમા દિવસે વિપક્ષો આ મુદ્દે સરકાર પર તડાપિટ બોલાવવાની તૈયારી કરી ચુક્યા છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text