વરસાદ ખેંચાતા ટંકારા વિસ્તારમાં કપાસ સહિતની વાવણી નિષ્ફળ

- text


હવે નવેસરથી કરવી પડતી વાવણીમાં બિયારણના ડબલ માર સાથે ઓછા ઉત્પાદનની ભીતિ

ટંકારા: સમગ્ર મોરબી જિલ્લામાં સમયસર વરસાદ ન થતા ટંકારા તાલુકામાં પ્રથમ વારની કરેલી વાવણી ફેલ થઈ થવા જઈ રહી છે. અગાઉ પડેલા થોડા ઘણા વરસાદથી હરખાઈને ખેડૂતોએ હોંશે હોંશે કરેલી વાવણીનો લીલોછમ મોલ મુરઝાઈને સુકાઈ ગયો છે. આથી ખેડૂતો ચિંતામા મુકાયા છે. વરસાદ ખેંચાતા કપાસનુ વાવેતર ધટશે એવો અણસાર દેખાઈ રહ્યો છે. હવે બીજી વારની વાવણી માટે ખેડુને બિયારણનો ડબલ માર પડશે.

ટંકારામા ગત 24 તારીખે અમુક ભાગોમાં વાવણી લાયક વરસાદ થયો હતો. ત્યારે જગત તાતે સમયસર વરસાદની આશાએ વાવણી કરી દીધી હતી. પરંતુ ત્યાર બાદ આ આશા ઠગારી નિવડી હોઈ, ઉભો પાક બળીને મુરઝાઈ ગયો છે, તો નદી નાળા પણ કોરાકટ્ટ પડ્યા હોય સિંચાઈ માટે કોઈ વ્યવસ્થા ન હોવાથી ફરી વરસાદ થયે વાવણી કરવાની નોબત આવી છે.

એક તો મોંઘેરું બિયારણ અને ઉગેલો મોલ બળતો જોઈ ખેડુતો રીતસરના ડઘાઈ ગયા છે અને મેહુલયાની રાહ જોઈ રહ્યા છે.

- text

જોકે આજે બુધવારે ગાંધીનગરમાં મળનારી કેબિનેટ બેઠકમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને મધ્ય ગુજરાતમાં ખેંચાયેલા વરસાદ બાદ ઉભી થયેલી ગંભીર કટોકટીની ચર્ચા થવાની છે. ખાસ કરીને બનાસકાંઠામાં તીડના આક્રમણ અંગે મોડી રાત્રે વિસ્તારની સમીક્ષા કરવા ગયેલા કૃષિમંત્રીને પણ આજની બેઠકમાં હાજરી આપવા ખાસ પરત બોલાવી લેવાયા છે. જો સમયસર વરસાદ ન થાય તો ઉભી થનારી પરિસ્થિતિ અંગે આજે કેબિનેટ બેઠકમાં ચર્ચા બાદ આગોતરું આયોજન થવાની શકયતા જોવાઇ રહી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text