ટંકારા : મહિલા ફોજદારે ખાનગી શાળાઓની મુલાકાત લીધી

- text


સુરત જેવી ઘટના ન બને માટે તાલુકાની તમામ ખાનગી શાળાના સંચાલકો અને ડ્રાઈવરો સાથે સીધો સંવાદ : સ્કૂલ બસ અને શિક્ષકોએ રાખવાની થતી કાળજી અને જવાબદારી પણ સોપી

ટંકારા : ટંકારાના મહિલા પી.એસ.આઈ એલ.બી. બગડાની અધ્યક્ષતામાં ગઈ કાલે ટંકારા શહેરની તમામ ખાનગી શાળાના સંચાલકો અને શિક્ષકો સહિત ડ્રાઈવરો સાથે બાળકોની સુરક્ષાને લઈને સીધો સંવાદ કરવાનું આયોજન ન્યુ વિઝન સ્કુલ ખાતે કરવામાં આવ્યું હતું.

- text

ગઈકાલ તારીખ 9ને મંગળવારે ટંકારાના મહિલા પી.એસ.આઈ.એ ટંકારાની ન્યુ વિઝન સ્કૂલની મુલાકાત લીધી હતી. જેમા સુરતમાં થયેલ દુર્ઘટના અને છાશવારે થતા અકસ્માતમાં શાળા બાળકો માટે કેમ સુરક્ષા વ્યવસ્થા કરી શકે, તે અંગે વિસ્તૃત માહિતી તેઓએ આપી હતી. સાથે તમામ શાળાઓએ એક સૂરે તમામ સુચનોનુ પાલન કરવાની ખાત્રી પણ આપી હતી. આ તકે પોલીસ મથકના પ્રવિણભાઈ મેવા, જનક ભાઈ પટેલ, ઓમ વિદ્યાલયનાઘેટીયાભાઈ, નાસા સ્કૂલના વિજયભાઈ, આર્ય વિદ્યાલયમના મેહુલભાઈ સહિત તમામ શાળાના સંચાલકો હાજર રહ્યા હતા. ન્યુ વિઝનના સંચાલક દિલિપ બારૈયાએ અંતમાં સ્કુલ ખાતે પધારેલા મહેમાનોનો આભાર માન્યો હતો.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text