મોરબી : રવાપર રોડ પર ગેરકાયદેસર દીવાલ તોડી પડાઈ

- text


મોરબી : મોરબીના રવાપર રોડ પર આવેલી અવની સોસાયટીમાં લત્તાવાસીઓ દ્વારા હલણના રસ્તામાં દીવાલ ખડકી દઈને દબાણ કર્યું હતું. જેની ફરિયાદને પગલે આજે પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસર સહિતની ટીમે પોલીસને સાથે રાખીને દીવાલ હટાવવાની કામગીરી કરી હતી

બનાવની વધુ વિગતો મુજબ રવાપર રોડ પરના અવની ચોકડી નજીક રમૈયા વાટિકા સોસાયટીના રહીશોએ એપ્રોચ રોડમાં દીવાલ બનાવી નાખી હતી. જેથી હલણનો રસ્તો બંધ થઇ ગયો હતો અને આસપાસની સોસાયટીના રહીશોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. જેથી આ મામલે સ્થાનિકોએ જીલ્લા કલેકટરને રજુઆત કરી હતી. જેને પગલે ગયા અઠવાડિયે દીવાલ તોડવા વહીવટી તંત્ર પહોંચ્યું હતું. જોકે મહિલાઓના રોષને પગલે ઘર્ષણ ટાળવા માટે સપ્તાહની મુદત આપી ટીમ પરત ફરી હતી. આમ છતાં દીવાલ નહિ તૂટતા આખરે આજે તંત્ર દીવાલ તોડવા પહોંચી હતી. મોરબીના પ્રાંત અધિકારી શિવરાજસિંહ ખાચર, ચીફ ઓફિસર સાગર રાડિયા, સર્કલ ઓફિસર ગંભીર સહિતની ટીમ મહિલા પોલીસની ટીમને સાથે રાખીને દીવાલ હટાવવા પહોંચી હતી અને દીવાલ તોડી પાડીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text