મેલેરિયા વિરોધી જૂન માસની ઉજવણી દરમ્યાન 1.58 લાખ ઘરોમાં તપાસ કરાઈ

- text


જિલ્લાની 8.11 લાખની વસ્તીમાંથી 3096 લોહીના નમૂના લેવાયા

મોરબી : ચોમાસા પહેલા દર વર્ષની માફક જૂન માસ દરમ્યાન મેલેરિયા વિરોધી ઝુંબેશના ભાગરૂપે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સઘન ચેકીંગ કરીને સંભવિત મચ્છર ઉતપત્તિ સ્થળોની તપાસ કરવામાં આવે છે. આ દરમ્યાન પાણી એકઠા થાય એવી જગ્યાઓની ઓળખ કરી એની સફાઈ કરાવવામાં આવે છે. બંધિયાર પાણીમાં પોરા ભક્ષક ગપ્પી માછલીઓ નાખવામાં આવે છે. કેરોસીન સહિત એબેટના દ્રાવણનો છંટકાવ કરવામાં આવે છે.

દર વર્ષે જૂન માસમાં કરવામાં આવતી કામગીરી દરમ્યાન મચ્છર ઉતપન્ન થાય એવી જગ્યાઓની ઘેર ઘેર જઇ જાણકારી મેળવી એને સાફ કરાય છે. સાથો સાથ લોકોમાં પણ આ અંગે જાગૃતિ આવે એવા પ્રયાસો કરવામાં આવે છે. ઘેર ઘેર જઈને આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળની ટિમ તાવ આવતો હોય એવા દર્દીઓના લોહીના નમૂના એકઠા કરી એમને મેલેરિયા થયો છે કે કેમ એની જાણકારી મેળવી મેલેરિયા સામે બચાવમાં શુ કરી શકાય એ અંગે જાગૃક કરે છે. ગત જૂન માસ દરમ્યાન આ કામગીરી અંતર્ગત જિલ્લામાં 1.58 લાખ ઘરોની આરોગ્ય ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. આ કામગીરી દરમ્યાન 8.11 લાખની વસ્તીને આવરીને તેમાંથી 3096 લોકોના લોહીના નમૂના એકત્રિત કરી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. તેમજ 5.89 લાખ મચ્છર ઉતપત્તિ સ્થળોને તપાસવામાં આવ્યા હતા. જે સ્થાનો પર મચ્છર ઉત્તપન્ન થાય એવા લાર્વા જોવા મળતા એમનો નાશ કરાયો હતો. જૂન માસ દરમ્યાન 15-15 દિવસના બે રાઉન્ડમાં આ રીતે તપાસ કરી સંપૂર્ણ મોરબી જિલ્લાને આવરી લેવામાં આવ્યો હતો. આ કામગીરી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે.એમ.કતિરા તથા જિલ્લા મેલેરિયા અધિકારી ડૉ. સી.એલ.વારેવડીયાના માર્ગદર્શન હેઠળ પુરી ટીમ દ્વારા પાર પાડવામાં આવી હતી.

- text

બન્ને અધિકારીઓએ ચોમાસાની સિઝન દરમ્યાન લોકોને બંધિયાર પાણીની સફાઈ, ઘરમાં એકઠા થતા નાના મોટા એવા સ્થળોની નિયમિત સફાઈ કે જ્યાં ભેજ વાળું વાતાવરણ હોય તેમજ ગંદકી ન ફેલાવવા તેમજ સ્વચ્છતા જાળવવા અને આરોગ્યની કાળજી રાખવાની અપીલ કરી છે. લોકોની જાગૃતિથી જ સરકારી આયોજન સફળ થતું હોય છે એમ જણાવી અંતમાં બન્ને અધિકારીઓએ લોકોને આ બાબતે સરકારી તંત્રને અને તેની કામગીરીમાં સાથ આપવા જણાવ્યું હતું.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text