સામાજિક સંસ્થા દ્વારા ઝૂંપડપટ્ટીના બાળકોને ભોજન કરાવાયું

- text


મોરબી : મોરબી સ્થિત સામાજિક સંસ્થાઓ જરૂરિયાતમંદો માટે છાસવારે વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરતી જ રહે છે. આવી પ્રવૃતિઓને કારણે જ આ સમાજ ટકી રહ્યો છે. આવી સંસ્થાઓ સામાજિક સમરસતામાં મહત્વપૂર્ણ યોગદાન આપતી હોય છે. નિદાન વેલ્ફેર ફાઉન્ડેશન એન્ડ કે.બી.સી 40 આવી જ એક રાષ્ટ્રીય સામાજિક સંસ્થા છે. તારીખ 1 જુલાઈના રોજ આ સંસ્થાનો બીજો રાષ્ટ્રીય સ્થાપના દિવસ હતો. મોરબીમાં આ સંસ્થા પાછલા 4 માસથી કાર્યરત થઈ છે. જેમાં હાલ 23 મેમ્બરો છે. આ મેમ્બરશીપ માટે એક હજારના ટોકન દરથી એકત્રિત થયેલી રાશિના 10 ટકા રકમ ચેરીટીમાં વાપરવામાં આવે છે. તારીખ 1 જુલાઈના રોજ સંસ્થાના બે વર્ષ પુરા થયા એ નિમિત્તે “રોટી ડે” તરીકે ઉજવવામાં આવ્યો હતો. આ દિવસ અંતર્ગત મોરબી શાખા દ્વારા કેનાલ બાયપાસ સ્થિત ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ગરીબ મજૂરોના બાળકોને શાક-રોટલી ગુંદી સહિતનું ભોજન કરાવવામાં આવ્યું હતું. આ ભોજનનો સાઈઠેક જેટલા બાળકોએ લાભ લીધો હતો. આ અગાઉ સંસ્થાના ધ્યાનેશ રાવલના જન્મદિવસની ઉજવણી નિમિત્તે ગરીબ બાળકોને મીઠાઈ વિતરણ કરવામાં આવ્યું હતું. આવનારા દિવસોમાં આરોગ્ય વિષયક કાર્યક્રમ અંતર્ગત બી.પી, ડાયાબિટીસ સહિતના રોગ નિદાન તેમજ ઉપચાર કેમ્પનું જાહેર જનતા માટે આયોજન કરવામાં આવનાર છે તેવું સંસ્થાના ફાઉન્ડર મેમ્બરો તરફથી જાણવા મળ્યું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text