મોરબીના જુના બસ સ્ટેન્ડનું રૂ.1.24 કરોડના ખર્ચે નવીનીકરણ કરાયું : શનિવારે ઓપનિંગ

- text


કાલે શનિવારે ભાવનગરથી સીએમ વીડિયો દ્વારા રિમોટ કંટ્રોલથી જુના બસસ્ટેન્ડનું લોકાર્પણ કરશે : જુના બસ સ્ટેન્ડમાં ઓનલાઈન રિઝર્વેશન, ટ્રાફિક કંટ્રોલર, પાસ સિસ્ટમ સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરતા મુસાફરોને મોટો ફાયદો થશે : જુના બસ સ્ટેન્ડને અદભુત રીતે શણગારાયું

મોરબી : મોરબીમાં લાંબા સમયથી ખખડધજ હાલતમાં રહેલા જુના બસ સ્ટેન્ડની અંતે કાયાપલટ કરવામાં આવી છે. જેમાં રૂ.1.24 કરોડના ખર્ચે જુના બસ સ્ટેન્ડનું અત્યાધુનિક રીતે નવીનીકરણ કરવામાં આવ્યું છે જેમાં ઓનલાઈન રિઝર્વેશન, ટ્રાફિક કંટ્રોલર, પાસ સિસ્ટમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. ત્યારે આ નવીનીકરણ કરાયેલા જુના બસ સ્ટેન્ડનું કાલે શનિવારે ભાવનગરથી વીડિયો દ્વારા રિમોટ કંટ્રોલથી સીએમના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.

મોરબીનું જૂનું બસ સ્ટેન્ડ લાંબા સમયથી ખંડેર જેવી સ્થિતિમાં હતું. જોકે આ જુના બસ સ્ટેન્ડની મોરબી ઉપરાંત અનેક ગ્રામ્ય વિસ્તારના હજારો લોકો ઉપયોગ કરે છે ત્યારે આ બસ સ્ટેન્ડ જર્જરિત થવાથી અને મહત્વની સુવિધાનો અભાવ હોવાને કારણે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. તેથી મુસાફરોને આજના સમયની માંગ મુજબ અત્યાધુનિક રીતે જુના બસ સ્ટેન્ડની કાયાપલટ કરવાનું કામ હાથ ધરાયુ હતું અને રૂ.1.24 કરોડના ખર્ચે જુના બસ સ્ટેન્ડનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. જૂનું બસ સ્ટેન્ડ તમામ આધુનિક સુવિધાઓ સાથે તૈયાર થઈ ગયું છે અને એક્દમ આધુનિક નવા રૂપ રંગ સાથે તૈયાર થયેલા આ બસ સ્ટેન્ડને દુલહનની જેમાં શણગરવામાં આવ્યું છે. હવે જુના બસસ્ટેન્ડએ ઓનલાઇન રિઝર્વેશન, ટ્રાફિક કંટ્રોલર, પાસ સિસ્ટમ સહિતની અનેક તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

- text

ત્યારે આવતીકાલે તા.22ના રોજ ભાવનગરથી સીએમ રૂપાણીના હસ્તે વિફીયો દ્વારા રિમોટ કંટ્રોલથી નવીનીકરણ કરાયેલા 21 બસ સ્ટેન્ડોનું લોકાર્પણ થનાર છે. જેમાં મોરબીના આ જુના બસ સ્ટેન્ડનું લોકાર્પણ પણ કરાશે, ભાવનગર ખાતે સીએમના હસ્તે લોકાર્પણ થયા બાદ કલેકટર, સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓના હસ્તે રીબીન કાપીને જુના બસ સ્ટેન્ડને કાર્યરત કરવામાં આવશે. ત્યારે તંત્રની સાથે મુસાફરો પણ આ જુના બસ સ્ટેન્ડનું કાળજી પૂર્વક જતન કરે તે જરૂરી છે.

નવા બસ્ટેન્ડનું પણ નવીનીકરણ કરવા માટે સર્વે કરાયો

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ નવું બસ સ્ટેન્ડની પણ ખરાબ દુર્દશા થઈ ગઈ છે.આથી આ નવા બસ સ્ટેન્ડનું પણ નવીનીકરણ કરવા માટે સર્વે કરવામાં આવ્યો હતો.અને આગામી સમયમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે.આ ટેન્ડર પ્રક્રિયા પ્રસિદ્ધ કરીને નવા બસ સ્ટેન્ડનું પણ નવીનીકરણ કરશે તેવું એસટી ડેપો મેનેજર શામળાએ જણાવ્યું હતું.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text