મોરબીમાં નવી સીટી મામલતદાર કચેરીમાં મામલતદારની નિમણુક કરાઈ

- text


રાજકોટથી બદલી પામીને આવેલા બે મામલતદારને બઢતી સાથે જિલ્લા તથા શહેરનો હવાલો સોંપાયો : મોરબીના નાયબ મામલતદાર સુમરાને પ્રમોશન આપી ભુજ મામલતદાર તરીકે મુકાયા

મોરબી : ગુજરાત સરકારના રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા ગઈ કાલના રોજ 56 મામલતદારોની બદલી બઢતીના હુકમ કરાયા હતા જેમાં મોરબીના નાયબ મામલતદારને પણ બદલી સાથે બઢતીનો ઓર્ડર થયો છે.મોરબીના નાયબ મામલતદાર ઉમર અહેમદભાઈ સુમરાને કચ્છ ખાતે ભુજ શહેરના મામલતદાર તરીકે મુકવામાં આવ્યા છે. 21 ચિટનીસ કલેકટર, મામલતદારની પણ બદલી કે બઢતી કરાઈ છે.

- text

મોરબીમાં જિલ્લા મામલતદાર માટે રાજકોટમાં ફરજ બજાવતા ભરતકુમાર બી કાસુંદ્રા તેમજ રાજકોટમાં જ ફરજ બજાવતા ગોવિંદલાલ હરિભાઈ રૂપાપરાને મોરબી સિટી મામલતદાર તરીકે નિયુક્ત કરાયા છે. આમ મોરબીમાં જિલ્લા તથા શહેર કક્ષાએ મામલતદારની નિયુક્તિ થતા વહીવટી પ્રક્રિયા સરળ બનશે આથી હવે પ્રજાની સમસ્યાઓને સમયસર વાચા મળશે એવો આશાવાદ સેવાઇ રહ્યો છે. અંત્રે ઉલ્લેખનીય છે કે મોરબીમાં તાલુકા મામલતદાર કચેરીને કારણે લોકોને હાલાકી ભોગવવી પડતી હોવાથી મોરબી સીટી માટે અલગ મામલતદાર કચેરી બનાવવાની માંગ ઉઠી હતી.જેના પગલે મોરબીમાં સીટી મામલતદાર કચેરી શરૂ કરવાની જાહેરાત કરી છે અને તેના માટે આ મામલતદારની નિમણુક કરવામાં આવી છે.તેથી શહેરીજનો પ્રશ્નો ઝડપથી નિકાલ આવે તેવી આશા વ્યક્ત થઈ રહી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text