મોરબી ખાતે આદર્શ માતા કસોટી 2019ના કાર્યાલયનો શુભારંભ

- text


મોરબી : કોમનમેન ફાઉન્ડેશન-મોરબી આયોજિત માતા કસોટી 2019નું આયોજન થઈ રહ્યું છે. જેના રજીસ્ટ્રેશન અને આયોજન માટે તેમજ જરૂરી કામગીરી, વ્યવસ્થા માટે કાર્યાલયનો આરંભ ખુબ જ બહોળી સંખ્યામાં કાર્યકર્તા બહેનોની હાજરીમાં ડો. સતિષભાઈ પટેલની હોસ્પિટલની સામે, રામ ચોક, સાવસર પ્લોટ, મોરબી ખાતે કરવામાં આવ્યો હતો. જેમાં તારીખ 14/6/19ના રોજ “આદર્શ માતા કસોટી”ના પ્રથમ દિવસે જ 100 માતાઓએ કસોટી માટેના ફોર્મ ભરી જબરો પ્રતિસાદ આપ્યો હતો. સમગ્ર મોરબી જિલ્લામાં “આદર્શ માતા કસોટી”ના 250 જેટલા સ્વયં સેવક બહેનોને કસોટીમાં કોણ ભાગ લઈ શકે, કસોટીનો સિલેબસ શુ રહેશે વગેરે બાબતો સમજાવી પ્રચાર, પ્રસાર કરી રહ્યા છે. દરેક જગ્યાએથી કસોટી આપવા માટે બહેનોમાં ખુબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કસોટી માટે ભરેલા ફોર્મ જમા કરવા માટે તેમજ જરૂરી માહિતી મેળવવા માટે કાર્યાલય સવારે 10.00 થી બપોરે 1.00 વાગ્યા સુધી અને સાંજે 5.00 થઈ 7.00 વાગ્યા સુધી ખુલ્લું રહેશે.

ઉલ્લેખનીય છે કે આજના સોશિયલ મીડિયાના આ યુગમાં માતા એમના બાળકનું યોગ્ય રીતે લાલન પાલન અને પોષણ કરે એ માટે સમગ્ર મોરબી જિલ્લા માટે આ કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું રજીસ્ટ્રેશન તા.15/6/19 થી તા.31/10/19 સુધી થશે. જ્યારે 22/12/19 થી તા.31/12/19 દરમ્યાન આ કસોટીનું આયોજન થશે. આદર્શ માતાની સાથે સાથે “હેલ્ધી ચાઈલ્ડ કોમ્પિટિશન” યોજાશે જેમાં બાળ રોગ નિષ્ણાંત ડોકટર દ્વારા બાળકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવશે.જેમાં 1 થી 3 નંબર પ્રાપ્ત કરનારને ઈનામો આપવામાં આવશે. એવી જ રીતે બાળકો માટે “વેલ ડ્રેસ કોમ્પિટિશન” કે જેમાં ઋતુ અનુસાર, પ્રસંગ, સમયાનુસાર બાળકને કેવા આદર્શ વસ્ત્ર પહેરાવી શકાય એની હરીફાઈ યોજવામાં આવશે. જેમાં પણ 1 થી 3 નંબર પ્રાપ્ત કરનાર બાળકને ઈનામો આપવામાં આવશે અને બાળકોને મળેલ માર્ક માતાએ મેળવેલ માર્કમાં ઉમેરવામાં આવશે. ત્યારબાદ 70 માર્કની લેખિત કસોટી લેવામાં આવશે જેનો અભ્યાસ ક્રમ “બાળ ઉછેર બે હાથમાં” પુસ્તક રહેશે. 1 થી 100 ક્રમાંક પ્રાપ્ત કરનાર બહેનોને પસંદ કરવામાં આવશે. એ 100 બહેનો પૈકી પ્રથમ 1 થી 11 બહેનો માર્કિંગના આધારે પસંદ થશે.જેની હજારો માણસો વચ્ચે મૌખિક કસોટી લેવામાં આવશે જેમાં ખ્યાતનામ ડોકટરોની ટીમ પ્રાશ્નોત્તરી કરશે. જે અંતર્ગત બાળવાર્તા કહેવાની રહેશે, હાલરડું ગાવાનું રહેશે. આ બધી હરીફાઈના આધારે 1 થી 11 ક્રમ નક્કી થશે જેમાં પ્રથમ નંબરને બ્યુટી કવિનને પહેરાવે એવો સુવર્ણ મુકુટ પહેરવામાં આવશે. જેના દાતા ડો.નિશિથ પટેલ છે. બીજું ઈનામ સોનાનો ચેન જેના દાતા ડો. સતિષભાઈ પટેલ છે. ત્રીજું ઈનામ સોનાનો બ્રેસલેટ (કંકણ) કે જેના દાતા ડો.તેજસ પટેલ અને પૂજા પટેલ છે. ચોથું ઇનામ સોનાનું લુઝ બ્રેસલેટ જેના દાતા ડો.જયેશ સનારીયા અને શીતલ સનારીયા છે. પાંચમું ઈનામ ગોલ્ડન ઈયર રિંગ જેના દાતા ડો.પ્રેયેશ પંડ્યા – ડો.રુચિ પંડ્યા છે. છઠ્ઠું ઈનામ સોનાનું પેન્ડલ જેના દાતા ડો.ભરત કૈલા – ડો.વિનોદ કૈલા છે. સાતમું ઈનામ સોનાની બુટી ડો.લલિત ચારોલા- ડો.માધવી ચારોલા દ્વારા, આઠમું ઈનામ સોનાનું પેન્ડલ ડો.અલ્કેશ પટેલ -હેતલ પટેલ તરફથી, નવમું ઈનામ સોનાની બુટી ડો. શૈલેષ પટેલ- ડો. કલ્પના પટેલ, દસમુ ઇમામ સોનાનું પેન્ડલ ડો.હિતેશ પટેલ- દીપ્તિ પટેલ તરફથી અને અગિયારમુ ઈનામ સોનાની બુટી ડો.પંકજ વડનગરા – ભૂમિકા વડનગરા તેમજ ક્રમ નંબર 12 થી 100 સુધી પ્રાપ્ત કરનારને કુલ એક લાખના ઈનામો જુદા જુદા ડોકટરો દાતાઓ દ્વારા આપવામાં આવશે. અન્ય ખર્ચ માટે રૂપિયા સવા લાખનું શુભેચ્છા દાન સિમ્પોલો ફાઉન્ડેશન તરફથી આપવામાં આવેલ છે.

- text

- text