મોરબીમાં બે માસમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનાર 400થી વધુ વાહન ચાલકોને 14.13 લાખનો દંડ ફટકાર્યો

- text


147 વાહન ડિટેઇન, નિયમ વિરુદ્ધ વાહન પાર્ક કરનાર 167 વાહન ટોઇંગ થયા

મોરબી : સતત વધી રહેલા મોરબી શહેરમાં વાહનોનું પ્રમાણ પણ દિવસે દિવસે વધી રહ્યું છે. સાંકડા રોડ અને જાહેર પાર્કિગનો સદંતર અભાવ, વાહન ચાલકો દ્વારા અવારનવાર ટ્રાફિક નિયમનનો ભંગ, તેમજ જાહેર રોડ પર દબાણ સહિતના કારણોસર ટ્રાફિક જામની સમસ્યા વકરી ગઈ છે. મોરબીના વાહન ચાલકોમાં ટ્રાફિક નિયમના પાલન કરવામાં પણ બેદરકારી તેમજ લાપરવાહી સામે આવી રહી છે. અયોગ્ય જગ્યાએ પાર્કિંગ, ઓવર સ્પીડ, વન વે નિયમનો સરેઆમ ભંગ, લાયસન્સ વિના કે અન્ય ડોક્યુમેન્ટ વિના વાહન ચલાવવા, ધંધાર્થીઓ દ્વારા ગેરકાયદે દબાણ સહિતના મોટા ભાગના ટ્રાફિક નિયમના ભંગ કરવાને કારણે મોરબીવાસીઓ દંડાઈ રહ્યા છે.

- text

મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા અવારનવાર ટ્રાફિક ડ્રાઇવ દ્વારા લોકોને ટ્રાફિક નિયમનું પાલન કરવા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે. જોકે તેમ છતાં વાહન ચાલકો જાણ્યે અજાણ્યે ટ્રાફિક નિયમ ભંગ કરતા રહે છે. આથી મોરબી પોલીસે દ્વારા ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહન ચાલક સામે ધોકો પછાડ્યો હતો અને એપ્રિલ અને મેં મહિનામાં 400થી વધુ વાહન ચાલક સામે કડક કાર્યવાહી હાથ ધરી કુલ 14.13 લાખનો દંડ વસુલ કર્યો હતો. જ્યારે 147 વાહન ડિટેઇન કર્યા હતા. નિયમ ભંગ કરવા બદલ રૂપિયા રૂ. 416700 જેટલો દંડ આર.ટી.ઓ. દ્વારા વાહન ચાલકોને ફટકારવામાં આવ્યો હતો. શહેરનાં તમામ મુખ્ય માર્ગો પર તેમજ નો પાર્કિંગ ઝોનમાં બાઈક, વાહન પાર્ક કરનારનાં વાહન ટોઇંગ કર્યા હતા. જ્યારે કારોને લોક કરવામાં આવી હતી.

મોરબી શહેરમાં ટ્રાફિક સમસ્યા પાછળ વાહનોના પ્રમાણમાં સાંકડા રસ્તાઓ, વાહન ચાલકો દ્વારા થતા આડેધડ પાર્કિગ, રસ્તા પર લારી ગલ્લા અને કેટલાક દુકાનદારો દ્વારા કરવામાં આવતા ગેરકાયદે દબાણ, શહેરનાં મુખ્ય ચોક એવા નહેરુગેટ ચોકમાં અયોગ્ય રીતે વાહન પાર્કિગ, જુના બસ.સ્ટેન્ડ નજીક ક્રુઝર ચાલકો, રીક્ષા ચાલકો સહિતના પેસેન્જર વાહન દ્વારા અનધિકૃત રીતે પાર્કિગ, શહેરમાં જાહેર પાર્કિંગનો અભાવ અને એકી બેકી પાર્કિંગ અંગે લોકોમાં જાણકારીનો અભાવ જેવા કારણો રહેલા છે. આ ઉપરાંત વિસ્તરી રહેલી શહેરી હદમાં સાંકડા રેલવે ફાટકને કારણે પણ ટ્રાફિકની સમસ્યા વિકરાળ બની છે.

 

- text