અમદાવાદથી મોરબી માટે એસટી બસની કનેક્ટિવિટી વધારવાની માંગ

- text


મોરબી : મોરબીના જાગૃત નાગરિકોએ અમદાવાદથી મોરબી એસટી બસની કનેક્ટિવિટી વધારવાની ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી છે.

હાલ વેકેશન પૂરું થયું છે ત્યારે અંદવાદથી મોરબીની મોટા ભાગની દરેક એસટીની બસો ખાચોખચ ભરાઈને આવી રહી છે. ત્યારે અમદાવાદની ઉપરથી આવતી અને મોરબી જતી દરેક બસોમાં ચિક્કાર ટ્રાફિક હોવાને કારણે અમદાવાદથી મોરબી જવા માંગતા પેસેન્જરોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાનગી ટ્રાવેલ્સ સંચાલકો પણ મોકાનો ફાયદો ઉઠાવી મોં માંગ્યા ભાડા વસુલે છે ત્યારે મોરબીના જાગૃત નાગરિકોએ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, વાહન વ્યવહાર મંત્રી, જીઆરએસટીના નિયામક, અમદાવાદ ડેપો મેનેજર તેમજ મોરબી ડેપો મેનેજરને અમદાવાદથી મોરબી સુધીની બસની કનેક્ટિવિટી વધારવા માટેની માંગણી કરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text