હળવદમાં ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા નો અભિવાદન સમારોહ યોજાયો

- text


પાયાના કાર્યકરોની મહેનત અને પ્રજાએ મુકેલા વિશ્વાસને કાયમી માટે બનાવી રાખીશ : સાબરીયા

હળવદ : હળવદ – ધાંગધ્રા ની તાજેતરમાં યોજાયેલ પેટા ચૂંટણીમાં જંગી લીડથી ભવ્ય વિજય મેળવતા ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા નો અભિવાદન સમારોહ યોજાયો હતો હળવદ નજીક આવેલા આસ્થા સ્પીનીંગ ખાતે યોજાયેલા અભિવાદન સમારોહમાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા ઉપસ્થિત રહેલા કાર્યકરોને સંબોધતા ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયાએ જણાવ્યું હતું કે પાયાના કાર્યકરોની ર 40 થી વધુ ડિગ્રી ના તાપમાનમાં પણ રાત દિવસ ની મહેનત અને પ્રજાના વિશ્વાસને કારણે રેકોર્ડ બ્રેક જીત થઈ છે જેથી કાર્યકરોની મહેનત અને પ્રજાએ મોકલા શ્વાસને સાર્થક કરવા સતત પ્રયત્નશીલ રહી લોકોના કામ કરવા તપર રહેવાની હૈયાધારણા આપી હતી આ તકે હળવદ ભાજપ અગ્રણી ધીરૂભા ઝાલા એ જણાવ્યું હતું કે હળવદ ધાંગધ્રા ના ઈતિહાસમાં સૌપ્રથમવાર ધારાસભ્યને જંગી બહુમતી મળી છે ત્યારે કોઈપણ સમાજનો ભેદભાવ રાખ્યા વિના આવેલા અરજદારોનો અવાજ સાંભળી કામ કરવામાં આવશે તેમજ જશુભાઇ પટેલ એ જણાવ્યું હતું કે હળવદ ધાંગધ્રા ની પ્રજાએ જે અમારા પર વિશ્વાસ મુકી ધારાસભ્યને આટલી મોટી લીડ આપી વિજેતા બનાવ્યા છે ત્યારે આવનાર દિવસોમાં દરેક સમાજના લોકોને સાથે રાખી લોકોની સુખાકારી માટે પ્રયત્નશીલ રહેશુ આ તકે જેરામભાઈ સોનગ્રા,બીપીનભાઈ દવે, ધરમેન્દ્રસીહ ઝાલા, કાનજીભાઈ પટેલ, દેવપાલભાઈ ઝાલા, દિગુભા ઝાલા, કાન્તીભાઈ પટેલ, દેવશીભાઈ ભરવાડ, વીપુલભાઈ એરવાડીયા, હિતેશભાઈ પટેલ, ઈન્દુભા ઝાલા,અતુલભાઈ પાઠક, જશુબેન પટેલ, અવનીબેન જાની,અનષોયાબેન, ઉર્વશી બેન પંડ્યા સહિતના અગ્રણીઓ તેમજ કાર્યકરો હાજર રહ્યા હતા

- text

૪૦ હજાર થી વધુની લીડ આપી છતાં સાંસદ ડૉ.મુંજપરા અભિવાદન સમારોહમાં ડોકાયા નહી..!

આજે હળવદ મા ધારાસભ્ય સાબરીયા અને સાંસદ ડૉ.મુંજપરા નો અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો પરંતુ મતદારો એ ખોબલે ખોબલે મત આપ્યા છતાં સાંસદ મહોદયને મતદારો નો આભાર માનવાનો પણ સમય ન હોય તેમ છેલ્લી ઘડીએ સાંસદ ડૉ.મુંજપરા ન આવતા કાર્યકરોમાં નીરાશા જોવા મળી હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text