મોરબી : પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇએ મચ્છુ-૧ ડેમ અને પમ્પીંગ સ્ટેશનની મુલાકાત લીધી

- text


મોરબી : રાજયના પાણી પુરવઠા,ગ્રામ ગૃહ નિર્માણ અને પશુપાલન મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ આજે મચ્છુ-૧ ડેમ સાઇટ અને પાણી પુરવઠા પમ્પીંગ સ્ટેશન, સૌની યોજના પમ્પીંગ સ્ટેશન તેમજ સીંઘાવદરની મુલાકાત લીધી હતી.


પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ આજરોજ મચ્છુ-૧ ડેમ સાઈટ અને પાણી પુરવઠા પમ્પીંગ સ્ટેશનની મુલાકાત લીધી હતી. આ સાથે સાથે નર્મદાનીરની આવક અને વિતરણ સહીતની ઇન્ફાસ્ટ્રચર વિગતો પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ પાસેથી મેળવી હતી. આ પ્રસંગે પાણી પુરવઠા બોર્ડના મુખ્ય જનરલ મેનેજર રવિ સોલંકી, મુખ્ય ઇજનેર એન.એમ.પટેલ, કાર્યપાલક ઇજનેર એસ.કે.જૈન અને સિનિયર મેનેજરોએ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા સાથે ઉપસ્થિત રહી પાણીની પરિસ્થિતિ અંગે વાકેફ કર્યા હતા અને આ અંગેની વિગતો આપી માહિતગાર કર્યા હતાં.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text