મોરબીમાં કાર વીમાના રૂ 10 લાખની છેતરપીંડી કરનાર એજન્ટ ઝડપાયો

- text


મોરબી : મોરબીની ઈકવિટી હુંડાઈ કાર શોરૂમનો વીમા એજન્ટ અલગ અલગ ગ્રાહકો પાસેથી કારના વીમા પેટે રૂ.10 લાખ ઉઘરાવીને ફરાર થઈ ગયો હતો. આ છેતરપીંડીની ફરિયાદ નોંધાયા બાદ એ ડિવિઝન પોલીસે વીમા એજન્ટને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના શનાળા પાસે આવેલ ઈકવિટી હુંડાઈ કાર કંપનીના શોરૂમમાં વીમા એજન્ટ તરીકે કામ કરતા પોરબંદરના રહેવાસી તેજસ ભરતભાઇ ઠકરાર રૂ.10 લાખનું ફુલેકુ ફેરવીને પલાયન થઈ ગયો હતો. જેમાં આ વીમા એજન્ટ શોરૂમમાં કાર ખરીદી કરતા લોકો પાસેથી કારનો વીમો ઉતરાવીને વીમા પ્રિમીયમના રૂ.10 લાખની રકમ ઉધરાવીને કંપનીમાં જમા કરવાને બદલે આ રકમ લઈને નાસી છૂટ્યો હતો. આ બાબત ધ્યાને આવતા રાજકોટ સ્થિત ઈકવિટી હુંડાઈ કાર કંપનીના કર્મચારીએ તેની સામે રૂ.10 લાખની છેતરપીંડી કર્યાની મોરબી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતા.જેના પગલે એ ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં જ આ બનાવનો આરોપી વીમા એજન્ટને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text