મોરબી જિલ્લાના બહુચર્ચિત સિંચાઈ કૌભાંડમાં આગોતરા જામીન સાથે રજૂ થતો આરોપી

- text


હળવદના સુંદરગઢના સામાજિક કાર્યકર સામે ભ્રષ્ટચારના આક્ષેપો થતા હાઇકોર્ટમાંથી આગોતરા જામીન મેળવીને એ.ડીવીમાં હાજર થયો

મોરબી : મોરબી જિલ્લાના બહુચર્ચિત સિંચાઈ કૌભાંડમાં અત્યાર સુધીમાં અનેક મોટા માથાઓના પગ તળે રેલો આવ્યો હતો ત્યારે આ સિંચાઈ કૌભાંડમાં હળવદના સુંદરગઢના એક સામાજિક કાર્યકર સામે પણ સિંચાઈ કૌભાંડમાં ભ્રષ્ટાચારના આક્ષેપો થતા તે હાઇકોર્ટમાંથી આગોતરા જામીન મેળવીને એ.ડીવી.પો.મથકમાં હાજર થતા પોલીસે તેની પૂછપરછ કરી હતી.

મોરબી જિલ્લાની નાની સિંચાઈ યોજનામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આગાઉ પર્દાફાશ થયો હતો. જેના પગલે ઉચ્ચસ્તરીય તપાસના આદેશો થતા સિંચાઈ કૌભાંડની તપાસમાં અનેક મોટા માથાઓની સંડોવણી બહાર આવી હતી. જેના પગલે એ. ડિવિઝન પોલોસે અગાઉ નિવૃત સિંચાઈ ઇજેનર, કોન્ટ્રાકટર તથા હળવદના તે સમયના કોંગ્રેસના ધારાસભ્ય પરસોતમ સાબરીયા સહિતના પાંચથી વધુ શખ્સોની ધરપકડ કરી હતી. જોકે હજુ આ સિંચાઈ કૌભાંડમાં પડદા પાછળ રહેલા મોટા માથાઓને બેનકાબ કરવા એ. ડિવિઝન પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. જેમાં આ સિંચાઈ કૌભાંડમાં ભ્રષ્ટાચારના આક્ષેપો થતા હળવદના સુંદરગઢ ગામે રહેતા ચતુરભાઈ મગનભાઈ ચરમારી ઉ.વ.33 નામના સામાજિક કાર્યકર એ. ડિવિઝન પોલીસ સમક્ષ આગોતરા જામીન સાથે હાજર થતા કોર્ટના આદેશ અનુસાર જમીનગીરીના કાગળો ત્યાર કરવાની કવાયત હાથ ધરી છે. આ બાબતે એ.ડિવિઝન પોલીસે જણાવ્યું હતું કે, આ આરોપી વિરુદ્ધ સિંચાઈ કૌભાંડમાં ભ્રષ્ટચાર કર્યાની અરજી કરવામાં આવી હતી. આથી આરોપી ગઈકાલે હાઇકોર્ટમાંથી આગોતરા જામીન મેળવીને મોરબી એ.ડિવિઝન પોલીસ મથકે હાજર થયો હતો.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text