માળીયા પાલિકામાં 1 કરોડના કૌભાંડના કેસમાં ચીફ ઓફિસર સહિત ત્રણના જામીન નામંજૂર

- text


મોરબી : માળીયા નગરપાલિકામાં અગાઉ 1 કરોડનું કૌભાંડ કર્યાની તત્કાલિક ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખ અને કર્મચારી સહિતના સામે એસીબીએ ફરિયાદ નોંધાવી હતી. આ કૌભાંડમાં જેલહવાલે રહેલા ત્રણ આરોપીઓ જામીન પર છૂટવા કોર્ટમાં અરજી કરી હતી.જેમાં કોર્ટે તત્કાલીન ચીફ ઓફિસર સહિત ત્રણેય આરોપીના જામીન ફગાવી દીધા હતા.

- text

આ કેસની પ્રાપ્ત વિગતો મુજબ માળીયા નગરપાલિકામાં ખોટા બિલો રજૂ કરીને રી.1 કરોડનું કૌભાંડ કરવામાં આવ્યું હોવાની એસીબીની તપાસમાં ઘટસ્ફોટ થયો હતો.જેમાં તે સમયે માળીયા નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે ચાર્જમાં રહેલા મામલતદાર સોલંકી અને પાલિકા પ્રમુખ તથા કર્મચારી સહિતના શખ્સોએ ખોટા બિલોના આધારે આ 1 કરોડનું કૌભાંડ કર્યાની એસીબીએ ફરિયાદ નોંધીને આરોપીઓની ધરપકડ કરી હતી.ત્યારે બાદ આરોપીઓને જેલહવાલે કરી દેવામાં આવ્યા હતા.આ સમગ્ર કૌભાંડની એસીબી તપાસ ચલાવી રહી છે.ત્યારે તત્કાલીન ચીફઓફિસર , પાલિકા પ્રમુખ સહિત ત્રણેય આરોપીઓએ જામીન પર છૂટવા કોર્ટમાં અરજી કરી હતી.આ દરમ્યાન એસીબીએ આ કૌભાંડની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી.તેથી આજે જામીન અરજીની સુનાવણીમાં કોર્ટે આ ત્રણેય આરોપીના જામીન નામંજૂર કરી દીધા હતા.

- text