મોરબી : માતા રમાબાઈ આંબેડકર સમુહલગ્ન સમિતિ દ્વારા દ્વિતીય સમુહલગ્નનું આયોજન

- text


મોરબી : માતા રમાબાઈ આંબેડકર સમૂહલગ્ન સમિતિ મોરબી દ્વારા મોરબી ખાતે દ્વિતીય સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. પરશુરામ પોટરી મેદાન, ભડીયાદ રોડ ખાતે આયોજિત આ સમુહલગ્નમાં ૧૫ નવદંપતિઓ પ્રભુતામાં પગલાં પાડશે.

વિક્રમ સવંત ૨૦૭૪ વૈશાખ સુદ ૮ને રવિવાર તારીખ ૧૨/૦૫/૨૦૧૯ના રોજ આયોજિત આ સમૂહ લગ્નમાં દાતાઓ તરફથી દીકરીઓને કરીયાવારમાં ઘર વપરાશની વિવિધ ચીજ વસ્તુઓની ભેટ આપવામાં આવનાર છે.
તારીખ ૧૨/૦૫/૨૦૧૯ને રવિવારે સવારે જાન આગમન, સવારે ૦૯:૦૦ કલાકે સંતોના સામૈયા, સવારે ૦૯:૩૦ કલાકે હસ્તમેળાપ, ૧૧:૦૦ કલાકે ભોજન સમારંભ અને બપોરે ૦૧:૩૦ કલાકે કન્યા વિદાય સહિતના પ્રસંગો યોજાનાર છે. માતા રમાબાઈ આંબેડકર સમુહલગ્ન સમિતિ મોરબી તરફથી આ પ્રસંગે નવદંપતીઓને આશીર્વાદ આપવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text