ખાનગી શાળા સંચાલકો મોરબી જિલ્લાના શહીદોના બાળકોને નિઃશુલ્ક શિક્ષણ આપશે

- text


દેશ પ્રત્યેનું ઋણ અદા કરવાનો અનોખો પ્રેરણાદાયી સંકલ્પ લેતું એબીવીપી અને સેલ્ફ ફાયનાન્સ શાળા સંચાલક મંડળ

મોરબી : દેશની સરહદ પર પોતાના જાનની બાજી લગાવી દેનાર વીર શહીદ જવાનોના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ખાનગી શાળાઓમાં નિઃશુલ્ક પ્રવેશ આપશે એવો નિર્ણય એબીવીપી અને સેલ્ફ ફાયનાન્સ શાળા સંચાલક મંડળે લીધો છે.

મોરબી જિલ્લામાં રહેતા કોઈ પણ જવાન માતૃભૂમિની રક્ષા કાજે વીરગતિ પામે તો એમના બાળકોને સેલ્ફ ફાયનાન્સ શાળામાં અભ્યાસાર્થે મુકવાનો સત્યુ અને પ્રેરણાદાયી નિર્ણય લઈને અન્યો માટે એક નવો રાહ ચીંધ્યો છે. આ માટે મોરબી એબીવીપીના મંત્રી મનદીપસિંહ ઝાલાને મોરબી સેલ્ફ ફાયનાન્સ શાળા સંચાલક મંડળના પ્રમુખ મનોજભાઈ ઓગણજાએ તમામ ખાનગી શાળા વતી ખાત્રી આપી છે. દેશના વીરગતિ પામેલા જવાનોના પરિવાર માટે ખાનગી શાળાઓ પ્રસંગોપાત આગળ આવે જ છે પરંતુ શહીદોના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે લેવાયેલા આ પગલાંની ચોમેર પ્રસંશા થઈ રહી છે. અન્ય જિલ્લાઓની સેલ્ફ ફાયનાન્સ સ્કૂલોને દેશ પ્રત્યે પોતાનું ઋણ ચૂકવવાનું એક ઉદાહરણીય દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે. ઓમ શાંતિ વિદ્યાલય, શનાળા રોડ મોરબી ખાતેથી મનોજભાઈ ઓગણજા મો.નં. 9879116485, મનદીપસિંહ ઝાલા મો.નં. 7567506810, સંદીપસિંહ જાડેજા મો.નં. 8347299946 તેમજ પ્રતિપાલસિંહ જાડેજા મો.નં. 7575040140 પર વધુ જાણકારી માટે સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text