મોરબીના પ્રાચીન રફાળેશ્વર મંદિરની આસપાસ ગંદકીના ગંજ

- text


મંદિરની આસપાસ કચરાના ગંજ ખડકાતા શ્રદ્ધાળુઓને પડતી મુશ્કેલી

મોરબી : મોરબી નજીક આવેલા પ્રાચીન રફાળેશ્વર મંદિર હવે ગંદકીનું ધામ બની જાય તેવી દહેશત ઉભી થઇ છે.જેમાં આ પ્રાચીન રફાળેશ્વર મંદિરની આસપાસ ગંદકીના ગંજ ખડકાયા છે. મંદિરની આસપાસ કચરાના ગંજ ખડકાયા હોવાથી શ્રદ્ધાળુઓને ભારે હાલાકી ભોગવવી પડે છે.

મોરબીના તત્કાલીન પ્રજા વાત્સલ રાજવી મહારાજા લખધીરજીએ વર્ષો અગાઉ રફાળેશ્વર ગામે આવેલા ભગવાન શિવના પૌરાણિક મંદિરનો જીર્ણોદ્ધાર કરીને નવું રફાળેશ્વર મંદિર બનાવ્યું હતું. આ પ્રાચીન શિવ મંદિર પ્રત્યે માત્ર મોરબી જ નહીં પણ સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓની અતૂટ શ્રદ્ધા છે. અને અનેક લોકો આ પ્રાચીન શિવ મંદિરના દર્શનાર્થે આવે છે. જ્યારે શ્રાવણ મહિનાના અમાસના દિવસે અહી લોકમેળો ભરાઈ છે . મંદિરની બાજુમાં વિશાળ કુંડમાં શ્રદ્ધાળુઓ સ્નાન કરી પિતૃતર્પણ કરે છે. ત્યારે રફાળેશ્વર મંદિરની આસપાસની હાલત અતિ કફોળી બની રહી છે આસપાસ ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા દર્શનાથે વ્યકિતઓ માટે પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી રહી મંદિરની ચારે બાજુ ગંદકી અને ઠેર ઠેર કચરાના ઢગલાઓ જોવા મળે છે. શ્રધ્ધાળુઓને ભારે મુશ્કેલી પડી રહી છે. ત્યારે એક જાગૃત નાગરિક મેહુલભાઇ ગાંભવાએ આ ગંભીર બાબતે સોશ્યિલ મિડિયામાં અવાજ ઉઠાવીને મંદિરના આસપાસના સ્થળને ગંદકીથી મુક્ત કરી સ્વચ્છ બનાવવાની માંગ કરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

- text