મોરબીની સિવીલ હોસ્પિટલના 15 કર્મચારીઓ બે માસના વેતનથી વંચિત

- text


મોરબીની સિવીલ હોસ્પિટલના 15 કર્મચારીઓ બે માસના વેતનથી વંચિત

બે માસનો પગાર ન ચૂકવતા હોસ્પિટલના એનડીસી સેલના સ્ટાફની કફોડી હાલત

મોરબી : મોરબી જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં તંત્રની ધોર બેદરકારીને કારણે અવાર નવાર દર્દીઓનેની સાથે કર્મચારીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોવાની વ્યાપક ફરિયાદો સામે આવી છે. ત્યારે વધુ એક વખત જવાબદાર તંત્રની બેજવાબદારીના કારણે જિલ્લા એનસીડી સેલમાં ફરજ બજાવતા ૧૫ કર્મચારીઓને બે માસથી પગારના પગારથી વાંચીત થઈ ગયા છે. બે માસથી પગાર ન ચૂકવતા આ કર્મચારીઓમાં ભારે કચવાટ ફેલાયો છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લાના એનસીડી સેલમાં ફરજ બજાવતા વિવિધ વિભાગોના કર્મચારીઓને આખો માર્ચ અને એપ્રિલ મહિનો વીતી ગયો હોવા છતાં હોવા છતાં પગાર ન ચૂકવાયો હોવાની બાબત સામે આવી છે.જેમાં મોરબી જિલ્લા એનસીડીસેલમાં ફરજ બજાવતા ૧૫ જેટલા કર્મચારીઓ બે માસના પગારથી વંચિત છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે મોરબી સિવાયના અન્ય જિલ્લાઓમાં પગારના ચૂકવણા થઈ ગયા છે. બીજી તરફ મોરબીમાં પગાર ન ચૂકવાતા એનસીડી સેલમાં ફરજ બજાવતા ડોકટરો, નર્સીંગ સ્ટાફમાં ખૂબ જ નારાજગી જોવા મળી રહી છે .કારણ કે, પગાર મોડો થવાના કારણે કર્મચારીઓને આર્થિક મુશ્કેલીઓ પડી રહી છે.ત્યારે હજુ ગ્રાન્ટ પણ જુન માસના એન્ડમાં આવવાની હોય તેથી કર્મચારીઓને ચાર માસ પગાર વિના જ કામ કરવાની નોબત આવશે. અને ઉલ્લેખનીય છે કે જિલ્લા એનસીડીસેલના બે જવાબદારો દ્વારા દર માસે ૨૦ થી ૨૫ તારીખ પછી જ કર્મચારીઓને પગાર ની ચુકવણી કરે છે. જ્યારે અન્ય જિલ્લામાં ૧ થી ૧૦ તારીખ સુધી માં તમામ કર્મચારીઓને પગાર થઈ જાય છે.

પગાર ન ચૂકવવા અંગે જિલ્લા એનસીડી સેલના ઈન્ચાર્જએ જણાવ્યું હતું કે, હાલ ઉપર થી ગ્રાન્ટ આવી ન હોવાથી આ કર્મચારીઓને પગાર ચુકવ્યા નથી અને ગ્રાન્ટ અંગેની ડીમાન્ડ મુકી દેવામાં આવી છે. પરંતુ ગ્રાન્ટ જુન માસના એન્ડમાં આવશે. એટલે કર્મચારીઓને જુલાઈ માસમાં પગાર ચૂકવવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું.

- text