મોરબીમાં અખાત્રીજે સોનાચાંદીની ખરીદી સાથે નવા વ્યવસાયીક કાર્યોની શુભ શરૂઆત

- text


મોરબીમાં અખાત્રીજે સોનાચાંદીની ખરીદી સાથે નવા વ્યવસાયીક કાર્યોની શુભ શરૂઆત

ગતવર્ષની તુલનાએ સોના ચાંદી તથા બાઇક અને કારની ખરીદીમાં ઓછું પ્રમાણ

ઠેરઠેર લગ્નની શરણાઇના સુર રેલાયા : અનેકવિધ મંગલ કાર્યોના ઉદ્ઘાટન થયા

મોરબી : મોરબીમાં આજે અખાત્રીજના પવન પર્વે વણજોયા મુર્હતમાં લોકોએ અનેક શુકનવંતી કાર્યો કર્યા હતા.ઠેરઠેર લગ્નની શરણાઈઓના મંગલમય સુર રેલાયા હતા.લોકોએ સોના ચાંદીના આભૂષણો અને બાઇક તથા કારની ખરીદી કરીને સુકન સાચવ્યું હતું.જોકે આ ખરીદીમાં ગતવર્ષ કરતા થોડું ઓછું પ્રમાણ જોવા મળ્યું હતું.

મોરબીમાં આજે અક્ષય તુતિયાએ અનેકવિધ મંગલદાયી કર્યો કરવામાં આવ્યા હતા.ખાસ કરીને દરેક પ્રકારના મંગલદાયી કર્યો કરવા માટે અક્ષય તુતિયાને શુભ માનવાની વર્ષોથી પ્રણાલિકા છે.તેથી આજે અખાત્રીજના વણજોયા મહુર્તમાં સોનાચાંદીની ખરીદી તેમજ નવા વ્યવસાયિક કાર્યોની શુભ શરૂઆત કરી હતી.તેમજ બાઇક અને કારની પણ ખરીદી કરી હતી. ખાસ કરીને અક્ષય તૃતીયાએ સોનુ ખરીદવું શુભ મનાતું હોવાથી સોનાચાંદીની બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી.અનેક લોકોએ સોનાચાંદીના આભૂષણોની ખરીદી કરી હતી.પરંતુ ગત વર્ષની તુલનાએ આ ખરીદી ઓછી થઈ હોવાનું મનાય રહ્યું છે.આ ઉપરાંત નવા વ્યવસાયિક કાર્યો માટે ઠેક ઠેકાણે નવી દુકાનો ,કારખાના. બાંધકામોની મંગલમય શરૂઆત કરવામાં આવી હતી.જ્યારે લગ્ન માટે પણ અક્ષય તૃતીયા ભારે શુભ મનાતું હોવાથી આજે ઠેક ઠેકાણે લગ્નના મંગળગીતો ગવાયા હતા અને અનેક યુગલો અગ્નિની સાક્ષીએ ચોરીના ફેરા ફરીને પરિણયના મજબૂત બંધને જોડાયા હતા.જ્યારે ટંકારાના હરબટીયારી ગામે આજે અખાત્રીજે લેઉઆ પટેલ સમાજના પ્રથમ સમુહલગ્ન યોજાયા હતા.જેમાં લેઉઆ પટેલ સમાજની 62 દિકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા.આ ઉપરાંત હળવદના જુના દેવળીયા ગામે કડવા પાટીદારના સમૂહલગ્ન યોજાયા હતા.જેમાં સમાજના 46 યુગલો લગ્નના પવિત્ર તાંતણે બધાયા હતા.

- text

- text